રવિવાર, 29 જુલાઈ, 2018

ગુજરાત અને ગુજરાતી ભાષા


ગુજરાત અને ગુજારાતી ભાષા

     (દસમસ્કંધ અધ્યાય-૧૬, કડવું ૫૪; રચનાવર્ષ ઈ.સ. ૧૭૧૦થી ૧૭૨૧ આસપાસ) એમ ગુજરાતી એવો શબ્દપ્રયોગ ભાષાના સંદર્ભમાં સૌપ્રથમ આખ્યાનકવિ પ્રેમાનંદ દ્વારા થયેલો જોવા મળે છે. 

     ઉતરે કચ્છ અને મારવાડ, દક્ષિણે મહારાષ્ટ્રનો થાણા જિલ્લો, પશ્વિમમાં અરબી સમુદ્ર અને પૂર્વમાં માળવા-ખાનાદેશ એની વચ્ચેના પ્રદેશના હાલ બોલાતી ભાષા ગુજરાતી તરીકે ઓળખાય છે. આ ગુજરાતી ભાષા જ્યા બોલાય છે તે પ્રદેશને ગુજરાત નામથી ઓળખવામાં આવે છે. આ પ્રદેશમાં બહારથી આવીને વસેલી ગુર્જર નામની જાતિના લોકો સાથે આ પ્રદેશનું નામ સંકળાયેલું રહ્યું છે. આ પ્રદેશ गुर्जर राષ્ટ્ર, ગુર્જરત્રા, ગુર્જરત્રામંડલ, ગુર્જર-ગુજજર દેશ, गुज्रात ઈ. નામ વડે આવરનાર - ઈ.સ. ના આઠમા સૌકાથી ચૌદમાં સૌકા સુધી ઓળખાતો રહ્યો છે. મહાન ચીની મુસાફર અને ઈતિહાસલેખક હ્યુ-એન-સંગે ભિન્નમલનું રાજય ગુર્જર રાજયના ભાગરૂપે હતું એમ નોધ્યું છે. આજે એમ નથી. અત્યારે છે તે રૂપમાં ગુજરાત પ્રદેશ મુસ્લિમ શાસન દરમિયાન ઓળખાવા લાગ્યો હતો, એ નોધવું જોઈએ. એ ગુજરાત પ્રદેશમાં વસતા લોકોની બોલાતી ભાષા ગુજરાતી છે. 

     આ બોલાતી ગુજરાતી ભાષામાં સમયે-સમયે પરીવર્તન આવ્યા છે. ગુજરાતીભાષી પ્રજાની સંસ્કૃતિમાં આવેલા ક્રમિક પરિવર્તનો ઉપરાંત ગુજરાત પ્રદેશ ઉપર એક યા બીજી રીતે આવીને વસે, પ્રભુત્વ ધરાવતી વિદેશી વિધર્મી, પરભાષી પ્રજાઓના સંપર્કને પરિણામે પણ ભાષાંઅંતર્ગત કેટલાંક પરિવર્તનો નજરે પડે છે. ભાષાના વિકાસની એ સાહજિક પ્રક્રિયા છે.

(મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ડૉ. રમેશ એમ. ત્રિવેદી – સાતમી આવ્રુતિ ૨૦૧૧)  

હાટકેશ્વર મંદિર વડનગર



   હાટકેશ્વર મંદિર વડનગર

        હાટકેશ્વર મહાદેવ મહેસાણાથી તારંગાહિલ તરફ જતાં લગભગ ૩૫ થી ૪૦ કિલોમીટર દૂર વડનગરગામ આવેલું છે. આ શહેરની બહાર અર્જુન બારીનો દરવાજો આવેલો છે. જે નાક દરવાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં હટકેશ્વર મહાદેવનું પવિત્ર તીર્થ આવેલું છે. હટકેશ્વર, મહાદેવએ ગુજરાતનાં જ નહીં પરંતુ આખાયે ભારતના નાગરોના આરાદ્ય દેવ કે કુળદેવ તરીકે પણ માનવામાં આવે છે. 
 
        રજવાડાઓને હથેળીમાં નચાવનાર નાગરોના કુળદેવ વિષે “સ્કંધપુરાણ” ના નાગરખંડમાં વર્ણવ્યા પ્રમાણે દક્ષ પ્રજાપતિએ કરેલા યજ્ઞમાં શિવજીનું અપમાન થવાથી પાર્વતીજીએ યજ્ઞકુંડમાં પડીને ભસ્મીભૂત થઈ ગયા હતા. સતિ જયારે યજ્ઞમાં પડયા ત્યારે તેમનું શરીર બળી જવાથી નીકળેલી જ્વાળા હિમાલય સુધી પહોંચી અને ત્યાં જવાળામુખીની શરૂઆત થઈ. સતિના દેહત્યાગથી દુખી થઈને મહાદેવ પાતાળમાં ચાલ્યા ગયા. ત્યાં હાટકી નદીને કાંઠે જઈને તપશ્વર્યા કરવા લાગ્યા. શિવજી પાતાળમાં ચાલ્યા ગયા છે. તેની જાણ થતાની સાથે જ નાગરકુળના બ્રહ્માણોએ શિવજીને પાતાળમાંથીપૃથ્વી ઉપર લાવવા માટે તપ આરંભ્યુ. તેમના તપથી શિવજી પ્રસન્ન થયા અને કહેવાય છે કે, પાતાળમાંથી નગર અથવા તો ચમત્કારપુરમાં સ્વયંભુ લિંગ સ્વરૂપે પ્રગટ થયા.

        એક દંતકથા અનુસાર કહેવાય છે કે, ભગવાન વિષ્ણુએ યજ્ઞમાં વામનરૂપમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે તેમણે પહેલું પગલું વડનગરમાં મૂકેલું. આ ગામ પહેલા ચમત્કારપુર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. સ્વધામ પહોંચતા પહેલા ભગવાન શ્રીકૃષ્ણ પણ અહીં આવ્યા હતા. યાદવો અને પાંડવોએ પણ આ સ્થળની મુલાકાત લીધી હતી. નરસિંહ મહેતાના પુત્ર શામળશાના વિવાહ પણ અંહી થયા હતા, જેમાં ભગવાન ખુદ જાણ લઈને આ સ્થળે આવ્યા હતા.

        આ સમગ્ર નાગર જાતિમાં આરાદ્યદેવ તરીકે શિવજીને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ આરાદ્યદેવનું સ્થળ વડનગરના હટકેશ્વર મહાદેવ ગણાય છે. નાગરો સમગ્ર ગુજરાતમાં રાજ્ય કર્તાને મદદ કરનાર, દીવાન અને કયાંક તો રાજ્ય કર્તા બની ગયા હતા. સૌરાસ્ટ્રના રજવાડાઓમાં તો દીવાન તો નાગરો જ હતા. ચમત્કારપુર, આનંદપ્પુર, આનર્તપુર અને છેલ્લે વડનગર એ રીતે જુદા-જુદા સમયે આ નામોમાં થયેલા ફેરફારો તેનો વારંવારનો વિનાશ થયો હોય તેવું સૂચવે છે. આજુબાજુના દશ મીટર ઊંચાઈના જૂના ટિંબા ઉપર વસેલું હાલનુ આ વડનગર શહેર આ વાતની સાબિતીરૂપ છે. વારંવારની ચડાઈઓ અને વિનાશની સાથે આ મંદિરનો પણ વિનાશ અને પુનરૂદ્વાર વારંવાર થતો રહ્યો. સોલંકીકાળ અને તે પછી ગુજરાતના કેટલાંક રજવાડાઓએ હથેળીમાં નચાવનાર સુખી નાગર જાતિના કુળદેવનું વારંવાર પુનરૂદ્વાર પામતું રહ્યું છે.

        વડનગરનું હાટકેશ્વર મંદિર ગામની પશ્વિમે આવેલું છે. ગામની પૂર્વ દિશામાં આમથેર માતાજીનું પુરાતન મંદિર છે. થોડે દૂર પુષ્કરતીર્થ અને ગૌરીકુંડ ગામના બે કુંડો છે. શર્મિષ્ટા સરોવર મહાકાલેશ્વર, જાલેશ્વર, સોમનાથ, રામટેકરી નરસિંહ મહેતાની વાવ, પિઠોરામાતા, નાગધારા, આશાપૂરી અંબાજી વગેરે મંદિરો છે.

        પુરાતત્વ વાડિયો અને શિલ્પ-વિચારદોના માનવ અનુસાર હાલનુ હાટકેશ્વર મંદિર લગભગ ચારસો વર્ષ જૂનું માનવામાં આવે છે. હાટકેશ્વર હાલનુ મંદિર જોતાની સાથે તમને સોમનાથનું મંદિર યાદ આવી જશે. સોલંકીયુગ પછી બંધાયેલ આ શ્રેણીના થોડા મંદિરોમાં વડનગરનું આ મંદિરને ગણી શકાય છે. હાટકેશ્વર મંદિરના ગર્ભદ્વારની બંને બાજુમાં સ્વસ્તિક કુંભો આવેલા છે જે તમને સોલંકીયુગની યાદ અપાવશે. શૃગાર ચોકીના સ્તંભો ઉપરથી કમાનો તમને દેલવાડાના જૈનમંદિરો તેમજ કુંભારિયાના દેરાસરોની કમાનોની જાણે કે હરીફાઈ કરતું હોય તેવું લાગશે. ત્રણ બાજુ ચોકીએ વાળો વિશાળ સભામંડપ ધરાવતું આ હટકેશ્વર મહાદેવનું મંદિર અંદરને ભાગેથી ચંદરવા સિવાયના ભાગે સોલંકીયુગનું લાગે છે. પણ તેના ઉપરનો ઘૂમ્મટ અને તેની આજુબાજુની શૃગાર ચોકીની ઘૂઘરીઓ સોલંકીકાળ પછીના મુસ્લિમ યુગની અસરોવાળા ઘૂમ્મટોની ગોળાઈ બતાવે છે.

        વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરમાં દેવોની નાની-મોટી ચારસોથી પણ વધારે મૂર્તિઓ છે. સભામંડપની વેદિકાના ભાગ ઉપર તેમજ ચોકીઓની વેદિકાઓના ભાગ ઉપર કોતરાયેલા પુરાઓના જુદા-જુદા પ્રસંગોનું યાત્રિકોને આશ્વર્યમુગ્ધ કરી ડે તેવું છે. બારોબાર તેની બાજુમાં મંદિરને અડીને એક નાનું શિવલિંગ આવેલું છે.

        મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ કાશીવિશ્વનાથના શિવલિંગની યાદ અપાવે છે. આ ગર્ભદ્વારમાં બ્રહ્માનો દ્વારા શુદ્ધ ઉચારણો તથા બુલંદ (મોટા) અવાજે ગવાતા શિવમહિમા સ્ત્રોતનાં પદધાઓ પડે છે. ત્યારે જાણે કે પાર્થિવ લોકમાંથી કોઈ દિવ્ય સ્થળમાં પહોંચી ગયાની અને ભગવાન શિવનો સાક્ષત્કાર થવાની અનુભૂતિ થાય છે. ઉપરાંત મંડપના આકર્ષણના ઉમેરો કરે છે. મોટા શિવમંદિરની આજુબાજુના અત્યારે ધર્મશાળાઓ આવેલી છે. તેમની વચ્ચે મોટું ચોગાન પણ છે. દરવાજાની બાજુમાં કાળભૈરવની પણ સ્થાનક જોવાલાયક છે.

        ગામના કિલ્લાથી છ મીટર ઊંડું મહાદેવનું સ્થળ અર્જુનબારીના દરવાજા પાસે ઊભા રહીને જોતાં આ દ્રશ્ય ખૂબ આકર્ષક લાગે છે. ભારતભરના નાગરો માટે આ મંદિર ગર્વ સમાન છે. હા

ટકેશ્વર મંદિર પ્રશિષ્ટ શૈલીમાં બાંધવામાં આવ્યું છે. તેની ફરતે વેદીમાં વિષ્ણુના દશ અવતારો અને પૌરાણિક કથાઓની શિલ્પકૃતિઓ છે. વડનગરના હટકેશ્વર મહાદેવના મંદિરના દેવોની નાની-મોટી ચારસો એક મૂર્તિઓ છે. મંદિરની અંદર અને બહારની દીવાલો પર પુરાણ રામાયણ
, માહાભારત અને અન્ય કથાઓના દશ્યોને સાકાર કરતાં જીવંત લાગતાં અનેક શિલ્પો છે કયાંક પણ એસએચએલપી વગરની જગ્યા છે જ નહીં. આ વિભૂષિત શિલ્પો જ હટકેશ્વરની ઓળખ છે. નાગરો માટે આ મંદિર ગર્ભ સમાન છે.       

શનિવાર, 28 જુલાઈ, 2018

સરોજ પાઠક જીવન વિષયક માહિતી


        
સરોજ પાઠકના જીવનની માહિતી

          તેમનો જન્મ કચ્છ જીલાના જખૌ ગામમાં ૧ જૂન ૧૯૨૯ના રોજ નારણદાસ ઉદેશીને ત્યાં થયો હતો. તેમણે પ્રાથિમક અને મધ્યામિક શિક્ષણ મુંબઈમાં થયુ.૧૯૪૭માં તેમણે મેટ્રીક્ષની પરીક્ષા  ઉતીર્ણા કરી અને ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. તેમજ ૧૯૬૪માં ગુજરાતી વિષયમાં એમ.એ.ની પદવીઓ મેળવી. ૧૯૫૬-૫૭માં તેઓ આકાશવાણી સાથે જોડાયા અને ૧૯૫૭-૫૮માં સોવિયેટ ઇન્ફેર્મેસન  સર્વિસ સાથે સંલગ્ન હતા. ૧૯૬૪ થી તેઓ બારડોલીની કૉલેજમાં અધ્યપક રહ્યાં હતા. ૧૯૮૯માં બારડોલીમાં તેમનુ અવસાન થયુ હતું.

       તેમના પતિ રમણલાલ પાઠક તેમને તેમની પ્રથમ વાર્તા લખવા માટે પ્રેર્યા હતા. અને તેમની પ્રથમ વાર્તા, નહી આંધારું, નહીં આજવાળું જીવનમધુરી સામયિકમાં પ્રકાશિત થઇ હતી. તેમનો પ્રથમ ટૂંકી વાર્તા સંગ્રહ પ્રેમ ઘટા ઝૂક આઈ (૧૯૫૯) ચેતન પ્રબ્લીશર્સ દ્વારા પ્રકાશિત થયો હતો અને તેને બોમ્બે રાજય તરફથી ઈનામ મળ્યું હતું. પ્રિત બંધાણી (૧૯૬૧) તેમના પતિની મદદથી પ્રકાશિત થયું હતું. મારો અસબાબ મારો રાગ (૧૯૬૬) સામાજિક વાર્તાઓ ધરાવે છે. વિરાટ ટપકું (૧૯૬૬) એ તેમને આધુનિક વાર્તાકાર તરીકે પ્રસિદ્ધિ અપાવી. હુકમનો એક્કો,’ ‘તથાસ્તુ (૧૯૭૨) વગેરે તેમના અન્ય વાર્તાસંગ્રાહો છે.

      નાઈટમેર (૧૯૬૯) મનોવૈજ્ઞાનિક નવલકથા અને તેમની પ્રથમ નવલકથા હતી. નિ:શેષ (૧૯૭૯),પ્રિય પૂનમ (૧૯૮૦), ટાઇમ બોમ્બ (૧૯૮૭), ‘લિખિતંગ (૧૯૮૮) એમની અન્ય નવલકથાઓ છે.

     તેમણે ગુજરાત મિત્રમાં નારી સંસ્કાર કટાર લખી હતી. સંસારિકા (૧૯૬૭) અને અર્વાચીન (૧૯૭૬) તેમના નિબંધ સંગ્રહો છે. પ્રતિપદા (૧૯૬૨) એમનો અનુવાદ છે.
     તેઓના લગ્ન રમણલાલ પાઠક ૧૯૫૦માં સાથે થયા હતા, ઓ ગુજરાતી હાસ્ય લેખક હતા. આધુનિક વાર્તાનો કસબ ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાનો અતિક્રમી ક્યારેક સંવેદનશીલ અભિવ્યક્તિમાં સિદ્ધિ મેળવી શક્યો હોય એવી નોધપાત્ર વાર્તાઓ. નવલકથા આસ્તિત્વાની સમસ્યાને વિશિષ્ટ નિરૂપણરીતિથી ધોતક છે.   

📘 Internship Project Report કેવી રીતે લખશો અને ટાઈપિંગ કરશો – સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે લખવો – સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન 🎓 કૉલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે – ઇન્ટર્નશિપ પ્રોજે...