Wednesday, August 11, 2021

બર્લિનરે સૂચવેલા શિક્ષક વિકાસના તબક્કાઓ

 

બર્લિનરે સૂચવેલા શિક્ષક વિકાસના તબક્કાઓ :



     


     અમેરિકાની Arizona State University Psychology In Education and Curriculum and Intraction  ના વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા. અને એમણે ૧૭ ફ્રેબ્રુઆરી ૧૯૮૮મા Los Angeles શહેરમાં મેમોરીયલમાં Lacture ( અમેરિકન એસોસિયેટ ઓફ કૉલેજ ફોર ટીચર એજ્યુકેશન) ના રોજ આપેલું. જેમાં એક વ્યાખ્યાન આપ્યું હતું જેમાં શિક્ષકના વિકાસના પાંચ (૫) આપ્યા હતા.

તબક્કાઓ  

(૧) શિખાઉ (Novice)

(૨) અદ્યતન શિખાઉ/આધુનિક/શિખાઉ (Advanced Beginners)

(૩) સક્ષમ/કાર્યક્ષમ (Competent)

(૪) નિપૂર્ણ/કાર્યદક્ષ (Proficient)

(૫) તજજ્ઞ (Expert)

     બર્લિનરે કોઈપણ શિક્ષકને એ જે લક્ષણો ધરાવે છે એ લક્ષણોનાં આધારે કુલ પાંચ તબક્કામાં વહેંચેલ છે. બર્લિનારના મત મુજબ કોઈપણ શિક્ષક છે એ આ પાંચ તબક્કામાંથી કોઈ એક તબક્કામાં હોય છે. આ તબક્કા પાડતી વખતે શિક્ષકોના અનુભવને ધ્યાનમાં લીધો છે. પણ એના એક સામાન્ય માપદંડ છે.

F ૦ થી ૧ વર્ષનો શિક્ષણનો અનુભવ હોય તેને શિખાઉ (Novice) શિક્ષક કહેવાય.

F ૧ થી ૩ વર્ષનો અનુભવ હોય તેને અદ્યતન શિખાઉ/આધુનિક/પ્રગતિશીલ શિખાઉ શિક્ષક કહેવાય.   

(૧) શિખાઉ શિક્ષક :

          ·          ૦ થી ૧ વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકનો આમાં સમાવેશ થાય છે. બી.એડ્. કરેલા નવા સ્નાતકોનો પણ આમાં સમાવેશ થાય છે.

          ·          કોઈપણ શિક્ષકના વિકાસ માટે ઉપરોક્ત ત્રણ તબક્કાઓ સુધી શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થા, પ્રિ-સર્વિસ, ઇન-સર્વિસ, આઈ.સી.ટી. (ICT) વગેરે પાંચ વર્ષ સુધી મદદ કરે છે.

          ·          આવા શિક્ષકોના વર્તનને જે માર્ગદર્શન મળે તે સંદર્ભમુક્ત નિયમોથી માર્ગદર્શન મળે છે.

          ·          દા.ત. પ્રોત્સાહન આપવા, પ્રશ્ન પહેલા અને પ્રશ્ન પછી ત્રણ ત્રણ સેકંડ રાહ જોવી, વિદ્યાઓને ટીકા ન કરવી, ગંભીર રહેવું, ગમે તેટલું તોફાન કરે, પરિસ્થિતિઓમાં તેઓ એને સજા ન કરે.

          ·          નકારાત્મક પ્રતિપોષણ નહીં આપવાના.

          ·          તેઓ વર્તન આવી ક્રિયાઓ નિયમોની પૃષ્ટિ કરતો હોય છે. એમનું વર્તન જડ હોય છે નિયત પ્રમાણે હોય છે.

          ·          એમનું બધું ધ્યાન શિસ્ત અને વર્ગખંડ વ્યવસ્થા પર કેન્દ્રિત હોય છે. આયોજનને જડતાથી વળગી રહે છે. ભલે તે અસરકારક ન હોય.

          ·          દા.ત. કાનુડાને જમાડ્યા બાદ જ બધાએ ખાવાનું એવો નિયમ એટલે સંદર્ભમુક્ત નિયમ.

          ·          પોતાના અનુભવોથી કઈક શીખે છે એટલું જ નહીં પણ બીજા અનુભવી માણસોને જોઇને પણ શીખે છે. પ્રયત્ન અને ભૂલથી શીખે છે.

          ·          બીજા શાળાના શિક્ષકો, વિષયના શિક્ષકો જે કાર્ય કરે છે તે જોઇને પ શીખે છે ખરાબ અને સારું બંને શીખે છે.

          ·          આગળના સ્તરમાં જવા માટે તેમને મળતો વાસ્તવિક અનુભવો ખુબ જ જરૂરી અને મદદ કરે છે.

          ·          આગળના સ્તરમાં જવા માટે તેમને મળતો વાસ્તવિક અનુભવો ખુબ જ જરૂરી અને મદદ કરે છે.

          ·          આ તબક્કામાં મળેલા અનુભવો તેમને અઆખી કારકિર્દી માટે ઉપયોગી બને છે.

          ·          અલગ-અલગ પરિસ્થતિને લગતા તથ્યો અને લક્ષણો શીખે છે.

(૨) આધુનિક શિખાઉ :

          ·          આ તબક્કાના શિક્ષક ૨ થી ૩ વર્ષનો અનુભવ ધરાવે છે.

          ·          આ શિક્ષક પાસે સૌદ્ધાંતિક જ્ઞાનની સાથે સાથે અનુભવોથી મળેલો જ્ઞાન પણ હોયછે એટલે કે મિશ્ર પકારનું જ્ઞાન ધરાવે છે.

          ·          અલગ-અલગ સંદર્ભો, પરિસ્થતિની સમાનતા ઓળખતો, ભિન્નતા ઓળખતો હશે.

          ·          પરિસ્થિતિ કે પરીસિદ્ધિ પ્રમાણે નિયમ કે સિદ્ધાંતને અનુસરવા અથવા ક્યારે છૂટ-છાટ લેવી તેનું જ્ઞાન વિકસે છે.

          ·          આમાં શિક્ષક એ નિયમો તોડે છે.

          ·          પોતાના નિયમબદ્ધતામાં થોડાંક છૂટ-છાટ કરશે.

          ·          નિયમના બદલે પોતાના અનુભવથી કામ કરતો થાય છે.

          ·          અભ્યાસક્રમ અધ્યાપનક્ષમ નિયમો પોતાના અનુભવ દ્વારા લેતો થાય છે.

(૩) કાર્યક્ષમ/સક્ષમ શિખાઉ :

          ·          આમાં ૩ થી ૫ વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકનો સમાવેશ થાય છે.

          ·          આ પ્રકારના શિક્ષકોની બે ખાસિયતો છે.

     (૧) પોતે શું કરવાના છે તેના વિશે સભાનપણે પસંદગી કરતા હોય છે.

     (૨) પોતાની અગ્રિમતા નક્કી કરે છે. અને આયોજનને લગતા નિર્ણયો લે છે કે કરે છે.

          ·          એક શિક્ષક પોતાના કાર્યમાં શું કરવાના છે તેની સભાનપણે પસંદગી કરે ત્યારે તે સભાન છે ખરું

          ·          આ શિક્ષકના વ્યાજબી ધ્યેયો હોય છે  અને એ ધ્યેય સિદ્ધ કરવા માટેના સાધનો હોય છે.

          ·          પોતાના અનુભવને આધારે અભ્યાસક્રમના ક્યાં મુદ્દાને વધુ પ્રાધાન્ય અને ઉંચો અનુભવ આપવો એનો નિર્ણય કરી શકે છે.

          ·          અગાઉ કરતા વધારે જવાબદાર બને છે.

          ·          એને પ્રયત્ન કરીને ભૂલ કરવાની બુદ્ધિ ઘટે છે.

          ·          પ્રતિપોષણની મહત્તા સમજે છે.

(૪) નિર્પૂણ :

          ·          શિક્ષક આમાં ૫ થી ૭ વર્ષનો અનુભવ ધરાવે છે. ખુબ જ ઓછા લોકો અહીં પહોંચે છે.

          ·          આ તબક્કે શિક્ષકમાં આંતરસૂઝ શિક્ષકમાં વિકસે છે.

          ·          તેની ખાસિયતો છે અગાઉના અનુભવથી શિક્ષકમાં શિક્ષણની સમષ્ટિવાદી સમાજ કેળવાય છે. સમષ્ટિવાદી એટલે કે કોઈપણ વ્યક્તિને પૂર્ણ રીતે જોવું. બધાનું વિકાસ થાય. કોઈપણ પ્રકારના ફોર્મલ ફીડબેક (ઔપચારિક પ્રતિપોષણ) વગર તેને ખ્યાલ આવે છે કે આજનું શિક્ષણકાર્ય અગાઉના શિક્ષણકાર્ય કરતા સારું ભણાવ્યું કે ખરાબ ભણાવ્યું તેની સમજ કે ખ્યાલ આવી જાય છે.

          ·          આંતરસૂઝ વિકસી હોવા છતાં નિર્ણય લેતી વખતે તે પરિસ્થિતિનું વિશ્લેષણ કરે અને ઊંડું વિચાર્યા બાદ જ તે નિર્ણય લે છે.

          ·          પોતાના પાઠ આયોજન/આયોજનને લગતી મુશ્કેલીઓને ઓળખે છે.

          ·          વિષયવસ્તુ, અધ્યયન અને અધ્યાપનમાં તેમનામાં ઉડી સમાજ હોય છે.

          ·          વિદ્યાર્થીઓને ભણાવવામાં કે અધ્યાપનમાં કોઈ ખામી રહી ગઈ હોય તો તે પોતાની અધ્યયનમાં ખામી હશે પોતાનો દોષ માને છે.

(૫) તજજ્ઞ :

     બર્લિનર લખે છે કે સાથ થી વધુ વર્ષ જો બીજા બધાં જ તબક્કાઓ સારી રીતે પૂરા થાય તો શિક્ષક પોતાના વિકાસની તોંચે પહોંચે અને ત્યારે શિક્ષક તજજ્ઞ શિક્ષક કહેવાય.

          ·          ખુબ ઓછા લોકો અહીં પહોંચે છે, અહીં ઓછામાં ઓછો ૭ વર્ષનો અનુભવ જોઈએ આ લોકો શિક્ષણકાર્ય સહજ રીતે કરે છે.

          ·          તેમનું શિક્ષણ પ્રયત્નશીલ લાગે છે. સહજ એટલે કે સ્વાભાવિક રીતે જેમ કે મંદિરમાં ભગવાનને જોઇને હાથ જોડાય તો તે સહજ વર્તન છે જાણે શિક્ષક ભણાવ્યું કે ન ખબર જ ન પડે.

          ·          દા. ત. લત્તા મંગેશકર, સચિન  તેન્ડુલકર

          ·          આવા શિક્ષક શિક્ષણનો હાર્દ પામી લે છે.

          ·          ચિંતનાત્મક શિક્ષણ કરે છે. અગાઉના વર્ષના શિક્ષક કરતા સારી ગુણવત્તાવાળા શિક્ષક છે અને અગાઉના સ્તરના શિક્ષકોને પ્રેરણા આપે છે, માર્ગદર્શન આપે છે.

          ·          વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું અદ્યતન વિસ્તૃત અને સૂક્ષ્મતમ ઝીણવટભર્યું જ્ઞાન મેળવે છે. પહેલ કરે છે, પડકારોને ઝીલે છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સમ્માન પ્રાપ્ત કર છે.

મારા મત મુજબ,

        બર્લિનરે આપેલા પાંચ તબક્કાઓમાં તો વાત કરી જ છે શિક્ષક વિકાસની પણ શિક્ષકનો વિકાસ ઉભો નથી રહેવાનો ન કે અટકવાનો છે. સમય સાથે વિકાસ તો થશે અને સમય સાથે નવી નવી વસ્તુઓ શિક્ષકમાં આવે છે. દા.ત. અએજ મેં કોમ્પ્યુટર પર ઓનલાઈન શિક્ષક કાર્ય શીખી લીધું અને આવતા સમયમાં બદલાય જાય કે કઈક નવું આવી જાય તો આ શિક્ષકનો વિકાસ છે.

        આ તબકાઓ મનોવૈજ્ઞાનિક હકીકતો પર આધારિત છે. એનાથી આપણા પોતાના અને વિદ્યાર્થીઓના વિચારો પણ જાણી શકીએ છીએ. ઘણા શિક્ષકો ત્રીજા તબક્કા સુધી જ પહોંચી શકે છે કેમ કે, આવા શિક્ષકો પોએ શીખે નહિ તો અને પોતે પોતાની ભૂલ ન સ્વીકારે તો એ ચોથા તબક્કા સુધી પહોંચી જ ન શકશે. એટલે શિક્ષકે સ્વ-અધ્યયન કરવું અને પોતાની ભૂલો સ્વીકારવી તો જ શિક્ષકનો વિકાસ થાશે.    

No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...