Saturday, July 28, 2018

હાટકેશ્વર મંદિર વડનગર



   હાટકેશ્વર મંદિર વડનગર

        હાટકેશ્વર મહાદેવ મહેસાણાથી તારંગાહિલ તરફ જતાં લગભગ ૩૫ થી ૪૦ કિલોમીટર દૂર વડનગરગામ આવેલું છે. આ શહેરની બહાર અર્જુન બારીનો દરવાજો આવેલો છે. જે નાક દરવાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં હટકેશ્વર મહાદેવનું પવિત્ર તીર્થ આવેલું છે. હટકેશ્વર, મહાદેવએ ગુજરાતનાં જ નહીં પરંતુ આખાયે ભારતના નાગરોના આરાદ્ય દેવ કે કુળદેવ તરીકે પણ માનવામાં આવે છે. 
 
        રજવાડાઓને હથેળીમાં નચાવનાર નાગરોના કુળદેવ વિષે “સ્કંધપુરાણ” ના નાગરખંડમાં વર્ણવ્યા પ્રમાણે દક્ષ પ્રજાપતિએ કરેલા યજ્ઞમાં શિવજીનું અપમાન થવાથી પાર્વતીજીએ યજ્ઞકુંડમાં પડીને ભસ્મીભૂત થઈ ગયા હતા. સતિ જયારે યજ્ઞમાં પડયા ત્યારે તેમનું શરીર બળી જવાથી નીકળેલી જ્વાળા હિમાલય સુધી પહોંચી અને ત્યાં જવાળામુખીની શરૂઆત થઈ. સતિના દેહત્યાગથી દુખી થઈને મહાદેવ પાતાળમાં ચાલ્યા ગયા. ત્યાં હાટકી નદીને કાંઠે જઈને તપશ્વર્યા કરવા લાગ્યા. શિવજી પાતાળમાં ચાલ્યા ગયા છે. તેની જાણ થતાની સાથે જ નાગરકુળના બ્રહ્માણોએ શિવજીને પાતાળમાંથીપૃથ્વી ઉપર લાવવા માટે તપ આરંભ્યુ. તેમના તપથી શિવજી પ્રસન્ન થયા અને કહેવાય છે કે, પાતાળમાંથી નગર અથવા તો ચમત્કારપુરમાં સ્વયંભુ લિંગ સ્વરૂપે પ્રગટ થયા.

        એક દંતકથા અનુસાર કહેવાય છે કે, ભગવાન વિષ્ણુએ યજ્ઞમાં વામનરૂપમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે તેમણે પહેલું પગલું વડનગરમાં મૂકેલું. આ ગામ પહેલા ચમત્કારપુર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. સ્વધામ પહોંચતા પહેલા ભગવાન શ્રીકૃષ્ણ પણ અહીં આવ્યા હતા. યાદવો અને પાંડવોએ પણ આ સ્થળની મુલાકાત લીધી હતી. નરસિંહ મહેતાના પુત્ર શામળશાના વિવાહ પણ અંહી થયા હતા, જેમાં ભગવાન ખુદ જાણ લઈને આ સ્થળે આવ્યા હતા.

        આ સમગ્ર નાગર જાતિમાં આરાદ્યદેવ તરીકે શિવજીને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ આરાદ્યદેવનું સ્થળ વડનગરના હટકેશ્વર મહાદેવ ગણાય છે. નાગરો સમગ્ર ગુજરાતમાં રાજ્ય કર્તાને મદદ કરનાર, દીવાન અને કયાંક તો રાજ્ય કર્તા બની ગયા હતા. સૌરાસ્ટ્રના રજવાડાઓમાં તો દીવાન તો નાગરો જ હતા. ચમત્કારપુર, આનંદપ્પુર, આનર્તપુર અને છેલ્લે વડનગર એ રીતે જુદા-જુદા સમયે આ નામોમાં થયેલા ફેરફારો તેનો વારંવારનો વિનાશ થયો હોય તેવું સૂચવે છે. આજુબાજુના દશ મીટર ઊંચાઈના જૂના ટિંબા ઉપર વસેલું હાલનુ આ વડનગર શહેર આ વાતની સાબિતીરૂપ છે. વારંવારની ચડાઈઓ અને વિનાશની સાથે આ મંદિરનો પણ વિનાશ અને પુનરૂદ્વાર વારંવાર થતો રહ્યો. સોલંકીકાળ અને તે પછી ગુજરાતના કેટલાંક રજવાડાઓએ હથેળીમાં નચાવનાર સુખી નાગર જાતિના કુળદેવનું વારંવાર પુનરૂદ્વાર પામતું રહ્યું છે.

        વડનગરનું હાટકેશ્વર મંદિર ગામની પશ્વિમે આવેલું છે. ગામની પૂર્વ દિશામાં આમથેર માતાજીનું પુરાતન મંદિર છે. થોડે દૂર પુષ્કરતીર્થ અને ગૌરીકુંડ ગામના બે કુંડો છે. શર્મિષ્ટા સરોવર મહાકાલેશ્વર, જાલેશ્વર, સોમનાથ, રામટેકરી નરસિંહ મહેતાની વાવ, પિઠોરામાતા, નાગધારા, આશાપૂરી અંબાજી વગેરે મંદિરો છે.

        પુરાતત્વ વાડિયો અને શિલ્પ-વિચારદોના માનવ અનુસાર હાલનુ હાટકેશ્વર મંદિર લગભગ ચારસો વર્ષ જૂનું માનવામાં આવે છે. હાટકેશ્વર હાલનુ મંદિર જોતાની સાથે તમને સોમનાથનું મંદિર યાદ આવી જશે. સોલંકીયુગ પછી બંધાયેલ આ શ્રેણીના થોડા મંદિરોમાં વડનગરનું આ મંદિરને ગણી શકાય છે. હાટકેશ્વર મંદિરના ગર્ભદ્વારની બંને બાજુમાં સ્વસ્તિક કુંભો આવેલા છે જે તમને સોલંકીયુગની યાદ અપાવશે. શૃગાર ચોકીના સ્તંભો ઉપરથી કમાનો તમને દેલવાડાના જૈનમંદિરો તેમજ કુંભારિયાના દેરાસરોની કમાનોની જાણે કે હરીફાઈ કરતું હોય તેવું લાગશે. ત્રણ બાજુ ચોકીએ વાળો વિશાળ સભામંડપ ધરાવતું આ હટકેશ્વર મહાદેવનું મંદિર અંદરને ભાગેથી ચંદરવા સિવાયના ભાગે સોલંકીયુગનું લાગે છે. પણ તેના ઉપરનો ઘૂમ્મટ અને તેની આજુબાજુની શૃગાર ચોકીની ઘૂઘરીઓ સોલંકીકાળ પછીના મુસ્લિમ યુગની અસરોવાળા ઘૂમ્મટોની ગોળાઈ બતાવે છે.

        વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરમાં દેવોની નાની-મોટી ચારસોથી પણ વધારે મૂર્તિઓ છે. સભામંડપની વેદિકાના ભાગ ઉપર તેમજ ચોકીઓની વેદિકાઓના ભાગ ઉપર કોતરાયેલા પુરાઓના જુદા-જુદા પ્રસંગોનું યાત્રિકોને આશ્વર્યમુગ્ધ કરી ડે તેવું છે. બારોબાર તેની બાજુમાં મંદિરને અડીને એક નાનું શિવલિંગ આવેલું છે.

        મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ કાશીવિશ્વનાથના શિવલિંગની યાદ અપાવે છે. આ ગર્ભદ્વારમાં બ્રહ્માનો દ્વારા શુદ્ધ ઉચારણો તથા બુલંદ (મોટા) અવાજે ગવાતા શિવમહિમા સ્ત્રોતનાં પદધાઓ પડે છે. ત્યારે જાણે કે પાર્થિવ લોકમાંથી કોઈ દિવ્ય સ્થળમાં પહોંચી ગયાની અને ભગવાન શિવનો સાક્ષત્કાર થવાની અનુભૂતિ થાય છે. ઉપરાંત મંડપના આકર્ષણના ઉમેરો કરે છે. મોટા શિવમંદિરની આજુબાજુના અત્યારે ધર્મશાળાઓ આવેલી છે. તેમની વચ્ચે મોટું ચોગાન પણ છે. દરવાજાની બાજુમાં કાળભૈરવની પણ સ્થાનક જોવાલાયક છે.

        ગામના કિલ્લાથી છ મીટર ઊંડું મહાદેવનું સ્થળ અર્જુનબારીના દરવાજા પાસે ઊભા રહીને જોતાં આ દ્રશ્ય ખૂબ આકર્ષક લાગે છે. ભારતભરના નાગરો માટે આ મંદિર ગર્વ સમાન છે. હા

ટકેશ્વર મંદિર પ્રશિષ્ટ શૈલીમાં બાંધવામાં આવ્યું છે. તેની ફરતે વેદીમાં વિષ્ણુના દશ અવતારો અને પૌરાણિક કથાઓની શિલ્પકૃતિઓ છે. વડનગરના હટકેશ્વર મહાદેવના મંદિરના દેવોની નાની-મોટી ચારસો એક મૂર્તિઓ છે. મંદિરની અંદર અને બહારની દીવાલો પર પુરાણ રામાયણ
, માહાભારત અને અન્ય કથાઓના દશ્યોને સાકાર કરતાં જીવંત લાગતાં અનેક શિલ્પો છે કયાંક પણ એસએચએલપી વગરની જગ્યા છે જ નહીં. આ વિભૂષિત શિલ્પો જ હટકેશ્વરની ઓળખ છે. નાગરો માટે આ મંદિર ગર્ભ સમાન છે.       

No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...