Sunday, August 15, 2021

શિક્ષણના નૈતિકતાના નિયમો

 

 નૈતિકતાના નિયમો

          રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ (૧૯૮૧)માં એ વાત પર ખાસ ભાર મુક્યો કે શિક્ષણ વ્યવસ્થામાં એવા ફેરફારો કરવામાં આવે કે જેથી સામાજિક અને નૈતિક મૂલ્યોના પ્રશિક્ષણ માટે શિક્ષણનો મજબૂત માધ્યમ તરીકે ઉપયોગ થાય.

          સ્વામી વિવેકાનંદ મુજબ નૈતિક શિક્ષણ વ્યક્તિના આચરણને સદાચારી બનાવે છે અને તેની બુદ્ધિમત્તાને વિકસાવે છે.

          શિક્ષક અને શિક્ષક – પ્રશિક્ષક માટે નૈતિકતાના નિયમો ભણવાના હોય છે. શિક્ષક માટે શિક્ષક, વિદ્યાથી અને શાળા, શિક્ષક પ્રશિક્ષક માટે – પ્રશિક્ષક, તાલીમાર્થું, કૉલેજ, સંસ્થા, અધ્યાપક.

-         શીખવવામાં આવે તે નિયમ.

-         સર્વસ્વીકૃત હોય તેને નિયમ કહેવાય.

-         નૈતિકતાના ધારા-ધોરણો સંસ્કૃતિ સાથે સંલગ્ન હોય.

Sharma S.R. (2008). A Handbook of Teacher Education. New Delhi sarup & sons Publication. Pg. 132 to 136.

એસ.આર. શર્માએ પાંચ નિયમો આપ્યા છે.

(૧) વિદ્યાર્થી સંબંધિત નિયમો :-

(૧) શાળા અથવા સંસ્થામાં પોતાની ફરજ પ્રત્યે નિયમિત રહેવું.

(૨) પૂરતી તૈયારી કરી અભ્યાસક્રમ ચલાવે અને (નિદર્શન પાઠ આપે) ધર્મ, જાતિ. જાતિયતા, આર્થિક દરજ્જો, ભાષા કે વતનનાં ભેદભાવ વિના દરેક વિદ્યાર્થી અથવા તાલીમાર્થીને પ્રેમ અને લગાવથી ભણાવે.

(૩) વિદ્યાર્થી અથવા તાલીમાર્થીના સામાજિક, સાંવેગિક, શારીરિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે.

(૪) વિદ્યાર્થી અથવા તાલીમાર્થીના સાંસ્કૃતિક અથવા સામાજિક પૃષ્ઠભૂમિને તેમજ વૈયક્તિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભણાવે.

(૫) પોતાના વિદ્યાર્થી અથવા તાલીમાર્થીને ભણાવવા માટે પગાર અથવા ભથ્થાઓ ઉપરાંત કોઈ નાણાકીય વળતર ન મેળવે, ટ્યુશન માટે દબાવ ન કરે.

(૬) વિદ્યાર્થીની અથવા તાલીમાર્થીની અંગત કે ખાનગી બાબતની કોઈ અનઆધિકૃત વ્યક્તિને જાણ ન કરે.

(૭) વિદ્યાર્થી કે તાલીમાર્થી દ્વારા બીજા વિધાર્થી કે તાલીમાર્થી શિક્ષક કે અધ્યાપક, આચાર્ય, સંચાલકો વગેરે વિરુદ્ધ ઉશ્કેરે નહિ.

(૮) વિદ્યાર્થી કે તાલીમાર્થી સામે ભાષા, વર્તન અને વસ્ત્ર પરિધાન માટેના ઉમદા ઉદાહરણ તરીકે પોતે રજૂ થાય.

(૯) શાળા કે સંસ્થામાં શિષ્ટ જાળવણી સમયે મૂળભૂત માનવીય ગૌરવ ન હણાય તેની કાળજી લેવી.

(૧૦) મૂલ્યાંકનમાં કોઈ ભેદભાવ કે પક્ષપાત ના કરે.

(૨) વિદ્યાર્થીના માતા-પિતા અથવા વાળી સંબંધિત નિયમો :-

(૧) સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવે. અને માં મેળવે.

(૨) વિદ્યાર્થીની અથવા તાલીમાર્થીની સિદ્ધિ અને ખામીઓ વિશે વાલીઓને સતત માહિતી આપે.

(૩) વાળી અથવા માતા-પિતાની સમક્ષ વિદ્યાર્થી અથવા તાલીમાર્થીના આત્મવિશ્વાસ અને સ્વમાનને ઠેસ પહોંચાડે તેવું વર્તન ન કરે.

(૪) માતા-પિતા અથવા વાલીના વ્યવસાયને અંગત સ્વાર્થ માટે ઉપયોગ ન કરે.

((૩) સમાજ અને રાષ્ટ્ર સંબંધિત નિયમો :

(૧) સંસ્થાને માનવ સંશાધન વિકાસ અને સમાજ વિકાસના કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયત્ન કરે. આ માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય કેળવે અને પ્રદાન કરે.

(૨) સામાજિક સમસ્યાઓને ઓળખે અને આ સમસ્યાઓ માટેનાં કારણભૂત બાબતો દૂર કરવા પ્રયત્ન કરે.

(૩) વિવિધ ધર્મ, જાતી, ભાષાના લોકો વચ્ચે વેર ભાવના કે દુશ્મનાવત થાય તેવી પ્રવૃતિઓથી દૂર રહેવું.

(૪) રાષ્ટ્રીય એકતા સહુ કોઈના સાથ સહકારની ભાવાનાપ્રબળ બને તે માટે સક્રિય રીતે વર્તવું.

(૫) ભારતીય સંસ્કૃતિને માં આપે અને આવું માં વિદ્યાર્થીઓમાં ઉત્પન્ન થાય તેવા પ્રયાસો કરે.

(૬) સંસ્થા, સમાજ, રાજય અને દેશ પ્રત્યે આદર રાખે અને તેને વફાદાર રહે.

(૭) રાષ્ટ્રમાં બંધારણમાં સૂચિત ફરજો અદા કરે.

(૪) વ્યવસાય, સહકર્મચારીઓ અને વ્યવસાયિક સંગઠનો સંબંધિત નિયમો :-

(૧) વ્યવસાય અને સહકર્મચારીઓ :-

(૧) પોતાની સાથે અન્ય વ્યક્તિ કેવો વ્યવહાર કરે તેવું ઈચ્છે તે પ્રમાણે જ અન્ય સાથે વ્યવહાર કરે.

(૨) પોતાના સહકર્મચારીઓ અને સત્તાધિશો સામે નિરાધાર આરોપો મૂકવાથી બચે.

(૩) પોતાના વ્યવસાયિક વિકાસ માટેના વિવિધ કાર્યક્રમો (સેવા-કાલીન તાલીમ, સેમીનાર, વર્કશોપ, કોન્ફરન્સ વગેરે)માં જોડાઈ અને જાતે અભ્યાસ કરે.

(૪) વિદ્યાર્થી અથવા તાલીમાર્થી વાળી કે અન્ય પદાધિકારીની હાજરીમાં પોતાના સહકર્મચારીઓ પ્રત્યે અપમાન-જનક કથન અને વર્તન કરવાનું ટાળે.

(૫) પોતાના સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓને અભ્યાસ વિષયક તેમજ સહઅભ્યાસિક પ્રવૃતિઓ માટે શાળાની અંદર અને બહાર સહકાર આપે.

(૬) વિદ્યાર્થી આથવા તાલીમાર્થીના અને સંસ્થાના વિકાસમાં અડચણરૂપ બાબતોની સંબંધિત સત્તાધિશોને યોગ્ય ઢબે જાણ કરે.

(૨) વ્યવસાયિક સંગઠન :-

(૧) વિવિધ સંગઠનોમાં જોડાય અને જવાબદારી અદા કરે.

(૨) સંગઠનની વિવિધ પ્રવૃતિઓમાં સક્રિય રીતે જોડાઈને તેને મજબૂત કરે.

(૩) સંગઠનનાં બંધારણને વફાદાર રહી કાર્ય કરે.

(૫) સંચાલકો અને વ્યવસ્થાપન સંબંધિત નિયમો :-

(૧) શાળા સંચાલનને (કૉલેજ) ટકાઉ વિકાસનાં મુખ્ય સ્ત્રોત તરુકે જુએ.

(૨) પરસ્પર આદરભાવ વિકસિત થાય. તેવા પ્રયત્ન કરે.

(૩) સંસ્થાના સુચારુ સંચાલન અને વ્યવસ્થાપનમાં પોતાની ભૂમિકા બરાબર રીતે ભજવે અને જરૂર પડે પહેલ કરે.

        વિદ્યાર્થી, શિક્ષકો, વાલીઓ, સમાજ, સંચાલકો વગેરે  માટે નૈતિકતાના નિયમો પોતાના જીવનમાં ઉતારવા ખૂબ જ જરૂરી છે, નૈતિકતાના નિયમો વ્યક્તિ પોતે જ પોતાના જીવનમાં અમલ કરશે તો આવનારી પેઢીને તેને જોઇને કે તેના પાસેથી શીખી શકશે. એટલે શિક્ષક અને શિક્ષક – પ્રશિક્ષક માટે નૈતિકતાના નિયમો ખૂબ જ જરૂરી છે.

          શિક્ષક માટે નૈતિકતાના નિયમોનો અમલ કરવો ખૂબ જ જરૂરી છે, શિક્ષક દર વર્ષે એના વર્ગખંડમાં પચાસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવે છે તે વિદ્યાર્થી તેમના શિક્ષક, માતાપિતા, સમાજ ને અનુસરીને જ ઘણુબધું શીખે છે. એટલે નૈતિકતાના નિયમો જીવનમાં ઉત્તરવા જોઈએ એનું અમલ કરવું જોઈએ.  

        

  સંદર્ભ સૂચિ :-

Sharma S.R. (2008). A Handbook of Teacher Education. New Delhi sarup & sons Publication. Pg. 132 to 136.

Y., By.  Yuvaadminhttps://www.yuvasathi.com. (2014, April 1). Yuvaadmin. Yuva Sathi Gujarati Magazine. https://yuvasathi.com/%EO%AA%

 

 

શિક્ષક વિકાસની સંકલ્પનાઓ

 

શિક્ષક વિકાસની સંકલ્પનાઓ :

F બે પાયાના શબ્દો છે.

 

1.     વૃદ્ધિ  - એક સમયે અટકી જાય છે.

2.      વિકાસ – સતત ચાલતી પ્રક્રિયા

 

-          વૃદ્ધિને લીધે જ સામાર્થ્ય પ્રાપ્ત થાય તે વિકાસ.

-          એક બાળકના હાથની આંગળીઓ મોટી થવાથી તે બાળક પેન પકડી શકે અને ચિત્ર દોરી શકે છે.

-          વિકાસ થવા માટે વૃદ્ધિ એ પૂર્વ શરત છે.

-          વૃદ્ધિ થાય તો વિકાસ શક્ય બને.

-          શિક્ષકને પોતાના વ્યવસાય માટે જે કૌશલ્યની જરૂર છે. એ કૌશલ્યોમાં વૃદ્ધિ થાય અને એના લીધે એ વધારે સારી રીતે શીખવવા માટે સમર્થ બને.

 

-          ડાર્લિંગ અને હેમંત ના મતે :

          “શિક્ષક પોતાનો વ્યવસાયિક દરજ્જો સમુદ્ર કરવા માટે પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરે અને જરૂરી જ્ઞાન માટે સજાગતા કેળવે તે પ્રક્રિયા એટલે  શિક્ષકનો વિકાસ.”

શિક્ષકના વ્યવસાયિક દરજ્જાને સમુદ્ર કરવા માટે...

-          શાળામાં અન્ય શિક્ષકના કરતા પોતાનું સ્થાન ઊંચું આવે.

-          વિદ્યાર્થીઓમાં લોકપ્રિયતા આવે.

 

-          હેમંત :

વિકાસ માટે શિક્ષક શું કરે ?

-          જ્ઞાન વૃદ્ધિ/વધારો કરે

-          ક્યા જ્ઞાનમાં વધારો કરવાનો છે તેમાં સજાગતા મેળવે છે.

 

-          કેની ના મતે :

             શિક્ષણ માટેના પોતાના સિદ્ધાંતો બનાવવા માટે શિક્ષક પોતાના શિક્ષણ વ્યવહારોને તપાસે તે પ્રક્રિયા એટલે શિક્ષકનો વિકાસ.”

-          શિક્ષકનો વિકાસ તે એક પ્રક્રિયા છે.

-          શિક્ષકના પોતાના સિદ્ધાંતો બનાવવા.  

-          શિક્ષણના દરેક વ્યવહારમાં તપાસે છે.

                      ·          બેલ અને ગિલબર્ડ

     “શિક્ષકનો વિકાસ એ ખાલી બાહ્ય રીતે આવતું પરિવર્તન છે પરંતુ શિક્ષકની માન્યતા અને પોતાના વિચારોમાં પણ પરિવર્તન આવવું.”

-          બાહ્ય રીતે સુધરે તો તે આંશિક વિકાસ કહેવાય.

-          માન્યતા બદ્દાલે – પૂરેપૂરો વિકાસ.

1.       પ્રાપ્તિ (Input)

2.      અજમાયશ/વિકાસના પાસા

1)     પ્રાપ્તિ :

     “જયારે શિક્ષક કોઈ વ્યવસાયમાં જોડાય ત્યારે તેને જે જાણવા મળે તે પ્રાપ્તિ.”

                      ·          આચાર્ય, સુપરવાઈઝર, અન્ય શિક્ષકો, વાલીઓ-વિદ્યાર્થીઓ, સ્વ-ચિંતન પ્રાપ્તિ

2)    અજમાયશ :

                                  ·          પ્રાપ્તિનો અમલ થાય તે અજમાયશ.  

                                  ·          અજમાયશ દ્વારા વિકાસ થાય છે.     

Friday, August 13, 2021

શિક્ષક વિકાસને અસર કરતા પરિબળો

 

શિક્ષક વિકાસને અસર કરતા પરિબળો :

          ·          વ્યક્તિઓ/માનવ સંસાધનો :  

-          શાળાનો સ્ટાફ (સાથી શિક્ષકો)

-          આચાર્ય  

-          ઉપરી અધિકારી (સુપરવાઈઝર)

-          શાળાનાં ટ્રસ્ટી

-          વિદ્યાર્થીઓ

-          વાલીઓ

-          સાથી શિક્ષકો (સમકક્ષ લોકો)

-          શિક્ષક-પ્રશિક્ષકો

-          સંશોધકો

-          સરકારના પ્રતિનિધિઓ

-          સમાજના પ્રતિનિધિઓ

-          વહીવટી કર્મચારીઓ

-          સમાજ

-          શિક્ષકનો પોતાનો પરિવાર – વિકાસમાં ખુબ મદદ કરે છે.

          ·          પરિસ્થિતિજાન્ય પરિબળો :

-          શિક્ષકને શાળામાં સોંપવામાં આવતી જવાબદારી

-          વર્ગમાં ઉદ્ભવતી આકસ્મિક પરિસ્થિતિ/સમસ્યા

-          ફરજના ભાગરૂપે હાથ ધરવાની પ્રવૃતિઓ

(અધ્યયન, પરીક્ષણ, સુપરવિઝન કરવું, ચૂંટણીમાં જવું, મંડળોનું સંચાલન કરવું, વસ્તી ગણતરી, પ્રદર્શનમાં લઇ જવા.)

-          આકસ્મિક ઘટના કે દૂર્ઘટના

-          સામૂહિક કાર્ય

          ·          વ્યક્તિગત પરિબળો :  

-          ઉંમર

-          શાળામાં વધતો અનુભવ

-          અધ્યયનની ટેવ

-          પ્રેરણા – આંતરિક બાબત

-          સ્વકાર્ય સાધકતા – હા, હું કરી શકીશ

-          સમયનું વ્યવસ્થાપન

          ·          અન્ય પરિબળો :

-          સરકાર દ્વારા યોજાતી તાલીમો

-          સેમીનાર

-          વર્કશોપ

-          ઈંટરનેટનાં સ્ત્રોતો ઈત્યાદી  

-          અન્ય

મારા મત મુજબ,

     શિક્ષક અને શિક્ષણ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણા દેશમાં શિક્ષણમાં અને શિક્ષકમાં ગુણવત્તા લાવવા અનેક પ્રયત્નો થાય છે. શિક્ષકના વિકાસને અસર કરતાં પરિબળોમાં બધા પાત્રો આવી જાય છે. શિક્ષણમાં આવતી તમામ પાત્રો કે કોઇપણ લગતી વસ્તુઓ શિક્ષક સાથે જોડાયેલી છે. શિક્ષકમાં અનુભવ વધે છે પણ ગુણવત્તા વધતી નથી. હજી પણ નવી શિક્ષણનીતિમાં પણ સુધારા-વધારા છે તેમાં શિક્ષક માટે પરિબળોનો વધારો થાશે.

     શાળામાં શિક્ષકનો સારો મિત્ર વિદ્યાર્થી બને છે એટલે વિદ્યાર્થી વર્ગખંડમાં સારી રીતે ભણશે તો શિક્ષકને વિકસવામાં મદદરૂપ થાશે.

     શિક્ષક શાળામાં પગથિયા પર પગ મુક્તા જ શાળાનો સભ્ય બની જાય છે એટલે શાળામાં શિક્ષકને ભણવાનું તેની સાથે અન્ય કામ પણ કરવું જ પડે છે. સંસ્થા સાથે જોડાય ગયા પછી સસ્થાને લગતા કામ શિક્ષણમાં કરવા પડે છે.

 

 

 

 

Thursday, August 12, 2021

એન્ડ્રાગોગીનો અર્થ, સંકલ્પના અને સિદ્ધાંત. (Concept of andragogy)

 

એન્ડ્રાગોગીનો અર્થ, સંકલ્પના અને સિદ્ધાંત.

બાળક માટેનું શિક્ષણ પેડાગોજી

પુખ્તવય માટેનું શિક્ષણ એન્ડ્રાગોગી

     પુખ્તવય શિક્ષણનો અર્થ એવા લોકોને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે જેની ઉંમર મર્યાદા ૨૧ વર્ષથી ઉપર છે. પુખ્તવય શિક્ષણનો વધારો કરવા માટે પહેલી પંચવર્ષિય યોજના (National Literacy Missionથી કાર્યક્રમો કરવામાં આવ્યા છહતા, જેમાં સૌથી પ્રમુખ રાષ્ટ્રીય સાક્ષરતા મિશન છે, જેમાં અશિક્ષિતને સાક્ષરતા આપવાનું ૧૯૮૮મા શરૂઆત કરવામાં આવ્યું હતું

     પુખ્તવયનું શિક્ષણને અલગ –અલગ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે, સામાજિક શિક્ષણ, આધારભૂત શિક્ષણ, ગ્રામોપાયોજી શિક્ષણ, અને જન-સમૂહનું શિક્ષણ. પુખ્તવયના શિક્ષણનું ઉદ્દેશ્ય ભણવું-લખવું અને ગણિતનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું.

    એન્ડ્રાગોગીનો અર્થ :- માણસને દોરે.

to gogy  - દોરવવું  - આગળ વધારવું 

peda - બાળક 

andra - પુખ્ત  

     

                                    એન્ડ્રાગોગી એ ગ્રીક ભાષાના બે શબ્દોથી બને છે. 

                                         એન્ડ્રા - માણસ         =     ગોગી - દોરવવું 


     “એન્ડ્રાગોગી એટલે પુખ્તોનાં જીવન પર્યન્ત અને જીવનકાળમાં વહેંચાયેલાં શિક્ષણને સમજવાનું અને સહાય કરવાનું વિજ્ઞાન.”

     “જ શાસ્ત્ર માણસને દોરવતાં શીખવે તે એન્ડ્રાગોગી.”

સંકલ્પના :-

F પુખ્તો માટેનું એન્ડ્રાગોગી.

F પુખ્તોના જીવનકાળ દરમિયાન શિક્ષણને સમજવાનું છે.

F આજીવન શીખવામાં મદદ કરવી

પુખ્તવયની વ્યક્તિના લક્ષણો :-

F પુખ્તવયની વ્યક્તિ પાસે અનુભવ. (જીવન અને ભણવાનો)

F પુખ્તવયની વ્યક્તિને જે ભણવું છે એનું નિયત્રણ એના હાથમાં હોય તે ગમે.

F ભણવામાં વાસ્તવવાદી કે વ્યવહારવાદી હોય છે.

F ભણવું એ પુખ્તવયની વ્યક્તિની અગ્રિમતા નથી.

F અભ્યાસ કરવામાં આત્મવિશ્વાસુ નથી હોતા.

F તેઓમાં વિવિધતા હોય છે.

F વધતી ઉંમરમાં એનું વળતર મળવું જોઈએ.

સિદ્ધાંતો :-

(૧) પુખ્તવયના વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણના આયોજન અને મૂલ્યાંકન પ્રક્રિયામાં સામેલ કરવા જોઈએ.

à થોપી દેવામાં આવે તો તે ગમતું નથી અને વિરોધ ઉભો થાય છે.

à દૂરવર્તી શિક્ષણમાં મૂલ્યાંકન માટે લવચિકતા છે.

à પ્રાયોગિક કાર્યને સબમિટ કરવાની તારીખ નક્કી કરવા માટે સામેલ કરી શકાય.

(૨) પુખ્તવયના વિદ્યાર્થીઓનો અનુભવ તેમની અધ્યયન પ્રવૃતિઓ માટેનો આધાર રાખે છે.

(૩) પુખ્તવયના વિદ્યાર્થીઓ પોતાના વ્યક્તિગતજીવન અથવા વ્યવસાયમાં તરત મદદરૂપ થાય તેવાં વિષયો શીખવવામાં વધુ રસ ધરાવે છે.

(૪) પુખ્તવયનાં વિદ્યાર્થીઓનું અધ્યયન વિષયવસ્તુ કેન્દ્રિત ન રહેતા સમસ્યા કેન્દ્રિત હોય છે.

à વ્યવસાયની સમસ્યા ઉકેલવાનું શીખવે.

à સમસ્યા એટલે આપણને ધ્યેય ખબર છે પણ ત્યાં સુધી કેવી રીતે પહોંચવું તેનો રસ્તો ખબર નથી એ સમસ્યા.

ઉદાહરણ : મારે ઘરે જવું છે પણ ઘરે જવાનો રસ્તો નથી ખબર તેમાં રસ્તો ખબર નથી તે સમસ્યા છે.

à ઉકેલ કઈ રીતે લાવવું એ શીખવું તો શીખાય.

મારા મત મુજબ :-

     આપણે જાણીએ છીએ કે પુખ્તવયનું શિક્ષણ એ લખવું-વાંચવું ક સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું છે, રોજગારી કરનાર, ૨૫ વર્ષથી ઉપરનો વ્યક્તિ, કે ભણવાનું અડધે છૂટી ગયેલ વ્યક્તિ પુખ્તવયનું શિક્ષણ લઈ શકે છે.

     શાળામાંથી ભણતર ન લઈ શકનાર વ્યક્તિઓ માટે પુખ્તવયનું શિક્ષણ આપવાનું કાર્ય કે અભિયાન ગામડે-ગામડે જઈને આપવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ ભણી શકે છે, વ્યક્તિને શીખવા માટે ચોક્કસ સમયની જરૂર નથી તે ગમે ત્યારે કોઈપણ ઉમરમાં ભણી-ગણી શકે છે.

     પુખ્તવયના શિક્ષણ દ્વારા અભણને સાક્ષર બનવાનું છે. પુખ્તવયના શિક્ષણથી જાતી-ભેદ, ધર્મગત, અમીર-ગરીબની દૂરી દૂર કરી શકાય છે.    

 

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...