Thursday, August 12, 2021

એન્ડ્રાગોગીનો અર્થ, સંકલ્પના અને સિદ્ધાંત. (Concept of andragogy)

 

એન્ડ્રાગોગીનો અર્થ, સંકલ્પના અને સિદ્ધાંત.

બાળક માટેનું શિક્ષણ પેડાગોજી

પુખ્તવય માટેનું શિક્ષણ એન્ડ્રાગોગી

     પુખ્તવય શિક્ષણનો અર્થ એવા લોકોને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે જેની ઉંમર મર્યાદા ૨૧ વર્ષથી ઉપર છે. પુખ્તવય શિક્ષણનો વધારો કરવા માટે પહેલી પંચવર્ષિય યોજના (National Literacy Missionથી કાર્યક્રમો કરવામાં આવ્યા છહતા, જેમાં સૌથી પ્રમુખ રાષ્ટ્રીય સાક્ષરતા મિશન છે, જેમાં અશિક્ષિતને સાક્ષરતા આપવાનું ૧૯૮૮મા શરૂઆત કરવામાં આવ્યું હતું

     પુખ્તવયનું શિક્ષણને અલગ –અલગ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે, સામાજિક શિક્ષણ, આધારભૂત શિક્ષણ, ગ્રામોપાયોજી શિક્ષણ, અને જન-સમૂહનું શિક્ષણ. પુખ્તવયના શિક્ષણનું ઉદ્દેશ્ય ભણવું-લખવું અને ગણિતનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું.

    એન્ડ્રાગોગીનો અર્થ :- માણસને દોરે.

to gogy  - દોરવવું  - આગળ વધારવું 

peda - બાળક 

andra - પુખ્ત  

     

                                    એન્ડ્રાગોગી એ ગ્રીક ભાષાના બે શબ્દોથી બને છે. 

                                         એન્ડ્રા - માણસ         =     ગોગી - દોરવવું 


     “એન્ડ્રાગોગી એટલે પુખ્તોનાં જીવન પર્યન્ત અને જીવનકાળમાં વહેંચાયેલાં શિક્ષણને સમજવાનું અને સહાય કરવાનું વિજ્ઞાન.”

     “જ શાસ્ત્ર માણસને દોરવતાં શીખવે તે એન્ડ્રાગોગી.”

સંકલ્પના :-

F પુખ્તો માટેનું એન્ડ્રાગોગી.

F પુખ્તોના જીવનકાળ દરમિયાન શિક્ષણને સમજવાનું છે.

F આજીવન શીખવામાં મદદ કરવી

પુખ્તવયની વ્યક્તિના લક્ષણો :-

F પુખ્તવયની વ્યક્તિ પાસે અનુભવ. (જીવન અને ભણવાનો)

F પુખ્તવયની વ્યક્તિને જે ભણવું છે એનું નિયત્રણ એના હાથમાં હોય તે ગમે.

F ભણવામાં વાસ્તવવાદી કે વ્યવહારવાદી હોય છે.

F ભણવું એ પુખ્તવયની વ્યક્તિની અગ્રિમતા નથી.

F અભ્યાસ કરવામાં આત્મવિશ્વાસુ નથી હોતા.

F તેઓમાં વિવિધતા હોય છે.

F વધતી ઉંમરમાં એનું વળતર મળવું જોઈએ.

સિદ્ધાંતો :-

(૧) પુખ્તવયના વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણના આયોજન અને મૂલ્યાંકન પ્રક્રિયામાં સામેલ કરવા જોઈએ.

à થોપી દેવામાં આવે તો તે ગમતું નથી અને વિરોધ ઉભો થાય છે.

à દૂરવર્તી શિક્ષણમાં મૂલ્યાંકન માટે લવચિકતા છે.

à પ્રાયોગિક કાર્યને સબમિટ કરવાની તારીખ નક્કી કરવા માટે સામેલ કરી શકાય.

(૨) પુખ્તવયના વિદ્યાર્થીઓનો અનુભવ તેમની અધ્યયન પ્રવૃતિઓ માટેનો આધાર રાખે છે.

(૩) પુખ્તવયના વિદ્યાર્થીઓ પોતાના વ્યક્તિગતજીવન અથવા વ્યવસાયમાં તરત મદદરૂપ થાય તેવાં વિષયો શીખવવામાં વધુ રસ ધરાવે છે.

(૪) પુખ્તવયનાં વિદ્યાર્થીઓનું અધ્યયન વિષયવસ્તુ કેન્દ્રિત ન રહેતા સમસ્યા કેન્દ્રિત હોય છે.

à વ્યવસાયની સમસ્યા ઉકેલવાનું શીખવે.

à સમસ્યા એટલે આપણને ધ્યેય ખબર છે પણ ત્યાં સુધી કેવી રીતે પહોંચવું તેનો રસ્તો ખબર નથી એ સમસ્યા.

ઉદાહરણ : મારે ઘરે જવું છે પણ ઘરે જવાનો રસ્તો નથી ખબર તેમાં રસ્તો ખબર નથી તે સમસ્યા છે.

à ઉકેલ કઈ રીતે લાવવું એ શીખવું તો શીખાય.

મારા મત મુજબ :-

     આપણે જાણીએ છીએ કે પુખ્તવયનું શિક્ષણ એ લખવું-વાંચવું ક સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું છે, રોજગારી કરનાર, ૨૫ વર્ષથી ઉપરનો વ્યક્તિ, કે ભણવાનું અડધે છૂટી ગયેલ વ્યક્તિ પુખ્તવયનું શિક્ષણ લઈ શકે છે.

     શાળામાંથી ભણતર ન લઈ શકનાર વ્યક્તિઓ માટે પુખ્તવયનું શિક્ષણ આપવાનું કાર્ય કે અભિયાન ગામડે-ગામડે જઈને આપવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ ભણી શકે છે, વ્યક્તિને શીખવા માટે ચોક્કસ સમયની જરૂર નથી તે ગમે ત્યારે કોઈપણ ઉમરમાં ભણી-ગણી શકે છે.

     પુખ્તવયના શિક્ષણ દ્વારા અભણને સાક્ષર બનવાનું છે. પુખ્તવયના શિક્ષણથી જાતી-ભેદ, ધર્મગત, અમીર-ગરીબની દૂરી દૂર કરી શકાય છે.    

 

No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...