Sunday, August 15, 2021

શિક્ષણના નૈતિકતાના નિયમો

 

 નૈતિકતાના નિયમો

          રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ (૧૯૮૧)માં એ વાત પર ખાસ ભાર મુક્યો કે શિક્ષણ વ્યવસ્થામાં એવા ફેરફારો કરવામાં આવે કે જેથી સામાજિક અને નૈતિક મૂલ્યોના પ્રશિક્ષણ માટે શિક્ષણનો મજબૂત માધ્યમ તરીકે ઉપયોગ થાય.

          સ્વામી વિવેકાનંદ મુજબ નૈતિક શિક્ષણ વ્યક્તિના આચરણને સદાચારી બનાવે છે અને તેની બુદ્ધિમત્તાને વિકસાવે છે.

          શિક્ષક અને શિક્ષક – પ્રશિક્ષક માટે નૈતિકતાના નિયમો ભણવાના હોય છે. શિક્ષક માટે શિક્ષક, વિદ્યાથી અને શાળા, શિક્ષક પ્રશિક્ષક માટે – પ્રશિક્ષક, તાલીમાર્થું, કૉલેજ, સંસ્થા, અધ્યાપક.

-         શીખવવામાં આવે તે નિયમ.

-         સર્વસ્વીકૃત હોય તેને નિયમ કહેવાય.

-         નૈતિકતાના ધારા-ધોરણો સંસ્કૃતિ સાથે સંલગ્ન હોય.

Sharma S.R. (2008). A Handbook of Teacher Education. New Delhi sarup & sons Publication. Pg. 132 to 136.

એસ.આર. શર્માએ પાંચ નિયમો આપ્યા છે.

(૧) વિદ્યાર્થી સંબંધિત નિયમો :-

(૧) શાળા અથવા સંસ્થામાં પોતાની ફરજ પ્રત્યે નિયમિત રહેવું.

(૨) પૂરતી તૈયારી કરી અભ્યાસક્રમ ચલાવે અને (નિદર્શન પાઠ આપે) ધર્મ, જાતિ. જાતિયતા, આર્થિક દરજ્જો, ભાષા કે વતનનાં ભેદભાવ વિના દરેક વિદ્યાર્થી અથવા તાલીમાર્થીને પ્રેમ અને લગાવથી ભણાવે.

(૩) વિદ્યાર્થી અથવા તાલીમાર્થીના સામાજિક, સાંવેગિક, શારીરિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે.

(૪) વિદ્યાર્થી અથવા તાલીમાર્થીના સાંસ્કૃતિક અથવા સામાજિક પૃષ્ઠભૂમિને તેમજ વૈયક્તિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભણાવે.

(૫) પોતાના વિદ્યાર્થી અથવા તાલીમાર્થીને ભણાવવા માટે પગાર અથવા ભથ્થાઓ ઉપરાંત કોઈ નાણાકીય વળતર ન મેળવે, ટ્યુશન માટે દબાવ ન કરે.

(૬) વિદ્યાર્થીની અથવા તાલીમાર્થીની અંગત કે ખાનગી બાબતની કોઈ અનઆધિકૃત વ્યક્તિને જાણ ન કરે.

(૭) વિદ્યાર્થી કે તાલીમાર્થી દ્વારા બીજા વિધાર્થી કે તાલીમાર્થી શિક્ષક કે અધ્યાપક, આચાર્ય, સંચાલકો વગેરે વિરુદ્ધ ઉશ્કેરે નહિ.

(૮) વિદ્યાર્થી કે તાલીમાર્થી સામે ભાષા, વર્તન અને વસ્ત્ર પરિધાન માટેના ઉમદા ઉદાહરણ તરીકે પોતે રજૂ થાય.

(૯) શાળા કે સંસ્થામાં શિષ્ટ જાળવણી સમયે મૂળભૂત માનવીય ગૌરવ ન હણાય તેની કાળજી લેવી.

(૧૦) મૂલ્યાંકનમાં કોઈ ભેદભાવ કે પક્ષપાત ના કરે.

(૨) વિદ્યાર્થીના માતા-પિતા અથવા વાળી સંબંધિત નિયમો :-

(૧) સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવે. અને માં મેળવે.

(૨) વિદ્યાર્થીની અથવા તાલીમાર્થીની સિદ્ધિ અને ખામીઓ વિશે વાલીઓને સતત માહિતી આપે.

(૩) વાળી અથવા માતા-પિતાની સમક્ષ વિદ્યાર્થી અથવા તાલીમાર્થીના આત્મવિશ્વાસ અને સ્વમાનને ઠેસ પહોંચાડે તેવું વર્તન ન કરે.

(૪) માતા-પિતા અથવા વાલીના વ્યવસાયને અંગત સ્વાર્થ માટે ઉપયોગ ન કરે.

((૩) સમાજ અને રાષ્ટ્ર સંબંધિત નિયમો :

(૧) સંસ્થાને માનવ સંશાધન વિકાસ અને સમાજ વિકાસના કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયત્ન કરે. આ માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય કેળવે અને પ્રદાન કરે.

(૨) સામાજિક સમસ્યાઓને ઓળખે અને આ સમસ્યાઓ માટેનાં કારણભૂત બાબતો દૂર કરવા પ્રયત્ન કરે.

(૩) વિવિધ ધર્મ, જાતી, ભાષાના લોકો વચ્ચે વેર ભાવના કે દુશ્મનાવત થાય તેવી પ્રવૃતિઓથી દૂર રહેવું.

(૪) રાષ્ટ્રીય એકતા સહુ કોઈના સાથ સહકારની ભાવાનાપ્રબળ બને તે માટે સક્રિય રીતે વર્તવું.

(૫) ભારતીય સંસ્કૃતિને માં આપે અને આવું માં વિદ્યાર્થીઓમાં ઉત્પન્ન થાય તેવા પ્રયાસો કરે.

(૬) સંસ્થા, સમાજ, રાજય અને દેશ પ્રત્યે આદર રાખે અને તેને વફાદાર રહે.

(૭) રાષ્ટ્રમાં બંધારણમાં સૂચિત ફરજો અદા કરે.

(૪) વ્યવસાય, સહકર્મચારીઓ અને વ્યવસાયિક સંગઠનો સંબંધિત નિયમો :-

(૧) વ્યવસાય અને સહકર્મચારીઓ :-

(૧) પોતાની સાથે અન્ય વ્યક્તિ કેવો વ્યવહાર કરે તેવું ઈચ્છે તે પ્રમાણે જ અન્ય સાથે વ્યવહાર કરે.

(૨) પોતાના સહકર્મચારીઓ અને સત્તાધિશો સામે નિરાધાર આરોપો મૂકવાથી બચે.

(૩) પોતાના વ્યવસાયિક વિકાસ માટેના વિવિધ કાર્યક્રમો (સેવા-કાલીન તાલીમ, સેમીનાર, વર્કશોપ, કોન્ફરન્સ વગેરે)માં જોડાઈ અને જાતે અભ્યાસ કરે.

(૪) વિદ્યાર્થી અથવા તાલીમાર્થી વાળી કે અન્ય પદાધિકારીની હાજરીમાં પોતાના સહકર્મચારીઓ પ્રત્યે અપમાન-જનક કથન અને વર્તન કરવાનું ટાળે.

(૫) પોતાના સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓને અભ્યાસ વિષયક તેમજ સહઅભ્યાસિક પ્રવૃતિઓ માટે શાળાની અંદર અને બહાર સહકાર આપે.

(૬) વિદ્યાર્થી આથવા તાલીમાર્થીના અને સંસ્થાના વિકાસમાં અડચણરૂપ બાબતોની સંબંધિત સત્તાધિશોને યોગ્ય ઢબે જાણ કરે.

(૨) વ્યવસાયિક સંગઠન :-

(૧) વિવિધ સંગઠનોમાં જોડાય અને જવાબદારી અદા કરે.

(૨) સંગઠનની વિવિધ પ્રવૃતિઓમાં સક્રિય રીતે જોડાઈને તેને મજબૂત કરે.

(૩) સંગઠનનાં બંધારણને વફાદાર રહી કાર્ય કરે.

(૫) સંચાલકો અને વ્યવસ્થાપન સંબંધિત નિયમો :-

(૧) શાળા સંચાલનને (કૉલેજ) ટકાઉ વિકાસનાં મુખ્ય સ્ત્રોત તરુકે જુએ.

(૨) પરસ્પર આદરભાવ વિકસિત થાય. તેવા પ્રયત્ન કરે.

(૩) સંસ્થાના સુચારુ સંચાલન અને વ્યવસ્થાપનમાં પોતાની ભૂમિકા બરાબર રીતે ભજવે અને જરૂર પડે પહેલ કરે.

        વિદ્યાર્થી, શિક્ષકો, વાલીઓ, સમાજ, સંચાલકો વગેરે  માટે નૈતિકતાના નિયમો પોતાના જીવનમાં ઉતારવા ખૂબ જ જરૂરી છે, નૈતિકતાના નિયમો વ્યક્તિ પોતે જ પોતાના જીવનમાં અમલ કરશે તો આવનારી પેઢીને તેને જોઇને કે તેના પાસેથી શીખી શકશે. એટલે શિક્ષક અને શિક્ષક – પ્રશિક્ષક માટે નૈતિકતાના નિયમો ખૂબ જ જરૂરી છે.

          શિક્ષક માટે નૈતિકતાના નિયમોનો અમલ કરવો ખૂબ જ જરૂરી છે, શિક્ષક દર વર્ષે એના વર્ગખંડમાં પચાસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવે છે તે વિદ્યાર્થી તેમના શિક્ષક, માતાપિતા, સમાજ ને અનુસરીને જ ઘણુબધું શીખે છે. એટલે નૈતિકતાના નિયમો જીવનમાં ઉત્તરવા જોઈએ એનું અમલ કરવું જોઈએ.  

        

  સંદર્ભ સૂચિ :-

Sharma S.R. (2008). A Handbook of Teacher Education. New Delhi sarup & sons Publication. Pg. 132 to 136.

Y., By.  Yuvaadminhttps://www.yuvasathi.com. (2014, April 1). Yuvaadmin. Yuva Sathi Gujarati Magazine. https://yuvasathi.com/%EO%AA%

 

 

No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...