Friday, August 13, 2021

શિક્ષક વિકાસને અસર કરતા પરિબળો

 

શિક્ષક વિકાસને અસર કરતા પરિબળો :

          ·          વ્યક્તિઓ/માનવ સંસાધનો :  

-          શાળાનો સ્ટાફ (સાથી શિક્ષકો)

-          આચાર્ય  

-          ઉપરી અધિકારી (સુપરવાઈઝર)

-          શાળાનાં ટ્રસ્ટી

-          વિદ્યાર્થીઓ

-          વાલીઓ

-          સાથી શિક્ષકો (સમકક્ષ લોકો)

-          શિક્ષક-પ્રશિક્ષકો

-          સંશોધકો

-          સરકારના પ્રતિનિધિઓ

-          સમાજના પ્રતિનિધિઓ

-          વહીવટી કર્મચારીઓ

-          સમાજ

-          શિક્ષકનો પોતાનો પરિવાર – વિકાસમાં ખુબ મદદ કરે છે.

          ·          પરિસ્થિતિજાન્ય પરિબળો :

-          શિક્ષકને શાળામાં સોંપવામાં આવતી જવાબદારી

-          વર્ગમાં ઉદ્ભવતી આકસ્મિક પરિસ્થિતિ/સમસ્યા

-          ફરજના ભાગરૂપે હાથ ધરવાની પ્રવૃતિઓ

(અધ્યયન, પરીક્ષણ, સુપરવિઝન કરવું, ચૂંટણીમાં જવું, મંડળોનું સંચાલન કરવું, વસ્તી ગણતરી, પ્રદર્શનમાં લઇ જવા.)

-          આકસ્મિક ઘટના કે દૂર્ઘટના

-          સામૂહિક કાર્ય

          ·          વ્યક્તિગત પરિબળો :  

-          ઉંમર

-          શાળામાં વધતો અનુભવ

-          અધ્યયનની ટેવ

-          પ્રેરણા – આંતરિક બાબત

-          સ્વકાર્ય સાધકતા – હા, હું કરી શકીશ

-          સમયનું વ્યવસ્થાપન

          ·          અન્ય પરિબળો :

-          સરકાર દ્વારા યોજાતી તાલીમો

-          સેમીનાર

-          વર્કશોપ

-          ઈંટરનેટનાં સ્ત્રોતો ઈત્યાદી  

-          અન્ય

મારા મત મુજબ,

     શિક્ષક અને શિક્ષણ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણા દેશમાં શિક્ષણમાં અને શિક્ષકમાં ગુણવત્તા લાવવા અનેક પ્રયત્નો થાય છે. શિક્ષકના વિકાસને અસર કરતાં પરિબળોમાં બધા પાત્રો આવી જાય છે. શિક્ષણમાં આવતી તમામ પાત્રો કે કોઇપણ લગતી વસ્તુઓ શિક્ષક સાથે જોડાયેલી છે. શિક્ષકમાં અનુભવ વધે છે પણ ગુણવત્તા વધતી નથી. હજી પણ નવી શિક્ષણનીતિમાં પણ સુધારા-વધારા છે તેમાં શિક્ષક માટે પરિબળોનો વધારો થાશે.

     શાળામાં શિક્ષકનો સારો મિત્ર વિદ્યાર્થી બને છે એટલે વિદ્યાર્થી વર્ગખંડમાં સારી રીતે ભણશે તો શિક્ષકને વિકસવામાં મદદરૂપ થાશે.

     શિક્ષક શાળામાં પગથિયા પર પગ મુક્તા જ શાળાનો સભ્ય બની જાય છે એટલે શાળામાં શિક્ષકને ભણવાનું તેની સાથે અન્ય કામ પણ કરવું જ પડે છે. સંસ્થા સાથે જોડાય ગયા પછી સસ્થાને લગતા કામ શિક્ષણમાં કરવા પડે છે.

 

 

 

 

No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...