Monday, June 26, 2023

સંશોધન પેપર (લેખ) સમીક્ષા (કેવી રીતે કરવું તેનું માળખું (૧)

 

| પ્રારંભ

& સંશોધન પેપરનું શીર્ષક : “શ્રી મદ્ રાજચંન્દ્ર રચિત ‘તત્વજ્ઞાન’ ગ્રંથમાંથી ફલિત થતા શૈક્ષણિક વિચારોનો અભ્યાસ.”

& સંશોધકનું નામ : પ્રા. પ્રભાતભાઈ એમ. કાસરા

& સંશોધન સામયિકનું નામ : International Journal of Research in all Subject in Multi Languages.

& સંશોધન પેપરની ભાષા : ગુજરાતી

& સંશોધન સામાયિક ISSN NO : - 2321 – 2853

& સંશોધન પેપરનો વોલ્યુમ ક્રમાંક : ૧

& સંશોધન પેપર પ્રકશિત થયાની તારીખ : ૦૨/૦૫/૨૦૧૩

 

| શીર્ષક :

પ્રસ્તુત સંશોધન પેપરમાં શીર્ષક સ્પષ્ટ આપવામાં આવ્યું છે. સંશોધન પેપરમાં શીર્ષક આઠ (૮) શબ્દોમાં આપવામાં આવેલું છે.

પ્રસ્તુત સંશોધન પેપરનું નામ આકર્ષક અને યોગ્ય વાક્યરચનામાં આપવામાં આવ્યું છે. શીર્ષકના નીચે લેખકનું નામ અને સંસ્થાનું નામ આપ્યું છે.

| સાર :

પ્રસ્તુત સંશોધન પેપર “શ્રીમદ્ રાજચન્દ્ર રચિત ‘તત્વજ્ઞાન’ ગ્રંથમાંથી ફલિત થતા શૈક્ષણિક વિચારોનો અભ્યાસ.” વિષય પર કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત સંશોધનના હેતુઓ નીચે મુજબ છે:

(૧) શ્રીમદ્ રાજચન્દ્રના ‘તત્વજ્ઞાન’ ગ્રંથમાં વ્યક્ત થયેલા શૈક્ષણિક વિચારોનો અભ્યાસ કરવો.

(૨) શ્રીમદ્ રાજચન્દ્રના મતે સ્ત્રી શિક્ષણ, ધાર્મિક શિક્ષણ, સામાજિક શિક્ષણ, મૂલ્ય શિક્ષણ, અને નૈતિક શિક્ષણની બાબગોને લાગતા વિચારોનો અભ્યાસ કરવો.   

પ્રસ્તુત સંશોધનનાં વ્યપવિશ્વમાં શ્રીમદ્ ના ‘તત્વજ્ઞાન’ના અનેક ગ્રંથો જેમાં ગદ્ય અને પદ્ય એમ વિભાગોમાંથી વિધાનો પસંદ કર્યા હતા. તેમાં ગદ્યવિભાગમાં કુલ ૫૩(ત્રેપન) પાઠ છે. તેમાંથી સંશોધકે માત્ર (સાત) પાઠમાંથી કેટલાંક વિધાનો પસંદ કર્યા હતા. આ સાત પાઠના કુલ ૧૦૦૮ વિધાનો છે. તેમાંથી સંશોધકે શૈક્ષણિક વિચારોવાળા ૧૨૧ વિધાનો પસંદ કાર્ય હતા. વિષયવસ્તુ વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ઉપકરણ તરીકે મુલાકાત, રૂપકો, સંવાદો, કથા, નોંધપત્રકો જેવા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પ્રસ્તુત સંશોધનમાં માહિતીના એકત્રીકરણ માટે પ્રાથમિક સ્ત્રોત તરીકે સંશોધકે શ્રીમદ્ રાજચન્દ્ર રચિત ‘તત્વજ્ઞાન’ પુસ્તકનો ઉપયોગ કર્યો હતો. સૌપ્રથમ તત્વજ્ઞાન પુસ્તકનું વાંચન કર્યું હતું. વાંચન દરમ્યાન રજૂ થયેલા વિચારોને એકત્રીકરણ કર્યા હતા. સંશોધકે ૫૪ ગદ્યપાઠમાંથી ૭ ગદ્યપાઠ લીધા હતા. (૧) પુષ્પમાળા, (૨) મહાનીતિ (૩) બત્રીસયોગ, (૪) સ્મૃતિમાં રાખવા યોગ્ય, (૫) વચનામૃત, (૬) પ્રમાદને લીધે આત્મા, (૭) સહજ પ્રકૃતિ. આ સાત ગદ્યપાઠના કુલ ૧૦૮ વિધાનો છે. જેમાંથી સંશોધકે શિક્ષણને લાગતાં ૧૨૧ વિધાનો પસંદ કાર્ય હતા

પ્રસ્તુત સંશોધનમાં શ્રીમદ્ ના પુસ્તક ‘તત્વજ્ઞાન’ માંથી શિક્ષણના સંદર્ભમાં તારણો આ પ્રમાણે જોવા મળ્યા હતા. (૧) શ્રીમદ્ રાજચન્દ્રના મતે શિક્ષણ : માણસનું પ્રથમ કર્તવ્ય શિક્ષિત થવું. વિદ્યા સંપતિમાં સતત વધારો કરવો, સમાજમાં શિક્ષણનો વ્યાપ ફેલાવવો, સમાજ ઉધ્ધાર માટે શાળાઓ સ્થાપવી. શિક્ષણ ગુણવત્તાવાળું બનાવવું, સાચી કેળવણી પ્રાપ્ત કરવી. આથી એમ કહી શકાય કે સમાજમાં શિક્ષણનો ફેલાવો કરીને સમાજ ઉત્કર્ષ કરવો. સમાજમાં માણસોએ શિક્ષણ વિકાસ થાય તે માટેના યોગદાનો આપીને શિક્ષણ સંવર્ધન કરવાની શ્રીમદ્ ની દ્રષ્ટિ સ્પષ્ટ જણાય છે. (૨) શિક્ષક, (૩) વિદ્યાર્થી, (૪) શિક્ષણ પદ્ધતિ, (૫) ધાર્મિક શિક્ષણ, (૬) સામાજિક શિક્ષણ, (૭) સ્ત્રી શિક્ષણ, (૮) મૂલ્ય શિક્ષણ, (૯) નૈતિક શિક્ષણ, (૧૦) શિસ્ત, (૧૧) સ્વાસ્થ્ય શિક્ષણ વધુ અસરકારક જોવા મળ્યા હતા.

| સમીક્ષા :

પ્રસ્તુત સંશોધન પેપરનો સારાંશ ખુબ જ ટૂંકમાં પ્રસ્તાવના સાથે સચોટ રીતે રજૂ કરવામાં આવ્યો છે. ચાવીરૂપ શબ્દો ૫ (પાંચ) થી ૭ (સાત) હોવા જોઈએ, પણ આપવામાં આવ્યા નથી.. પરંતુ અહીં અગત્યના શબ્દોની વ્યાખ્યા આપવામાં આવી નથી. સારાંશ અલગથી રજૂ કરવામાં આવ્યો નથી.

પ્રસ્તુત સંશોધનમાં શીર્ષકને આવરી લઈ મેં ૬ (છ) હેતુઓ નિર્ધારિત થયા છે. જે શીર્ષક અનુસાર છે. અહીં સંશોધનના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. અહીં સંશોધનનું ક્ષેત્ર આપવામાં આવ્યું છે.  અહીં સંશોધનનો પ્રકાર અને પદ્ધતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શીર્ષક અનુસાર જ વ્યાપવિશ્વ અને નમૂનાની પસંદગી કરવામાં આવી છે.

પ્રસ્તુત સંશોધનમાં સ્વરચિત નોંધપત્રકો, સ્વ-મુલાકાત, રૂપકો અને સંવાદોનો ઉપયોગ કરો છે, તે જણાવવામાં આવ્યું છે.

પ્રસ્તુત સંશોધનમાં માહિતી એકત્રીકરણ શેમાંથી કરી તેની સારણી-૧ આપવામાં આવી છે. જેમાં સારણીમાં ક્રમ, ગદ્યક્રમ, ગદ્યપાઠનું શીર્ષક ગદ્યપાઠમાં કુલ વિધાન અને પસંદ કરેલ વિધાન આપવામાં આવ્યું છે. તેની સાથે-સાથે અર્થઘટનના તારણો પણ આપવામાં આવ્યા છે. પ્રસ્તુત સંશોધનમાં માહિતીનું પૃથક્કરણ જેમાં તજજ્ઞોની પ્રત્યક્ષ મુલાકાત, તજજ્ઞોના સૂચન પ્રમાણે પસંદ કરાયેલ વિધાનોને સંશોધનના હેતુ આધારિત જેમાં ૧૨ વર્ગોમાં વર્ગીકૃત કર્યા હતા.  

પ્રસ્તુત સંશોધનમાં ભાવિ સૂચનો કયા છે તે જણાવવામાં આવ્યા નથી.

પ્રસ્તુત સંશોધનમાં સંદર્ભ સૂચિ છઠ્ઠી આવૃત્તિ પ્રમાણે APA STYLE માં આપવામાં આવી

છે.

| સંદર્ભ સૂચિ :

શ્રી મદ્ રાજચંદ્ર રચિત 'તત્વજ્ઞાન' ગ્રંથમાંથી ફલિત થતા શૈક્ષણિક વિચારોનો અભ્યાસ. (2013). International Journal of Research in All Subject in Multi Language , 1(2 May 2013). Retrieved from http://www.raijmr.com/ijrsml/wpcontent/uploads/2017/11/IJRSML_2013_vol01_issue_02_02.pdf&sa=U&ved=2ahUKEwiOzordgIn1AhVnxosBHYO5CcU4ChAWegQICBAC&usg=AOvVaw12vwsZ7un36wI-I7tq95hv.

 

No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...