૧.૨ ક્ષેત્રકાર્યનો અર્થ અને વ્યાખ્યા :-
➽ ક્ષેત્રકાર્યનો અર્થ :-
ક્ષેત્રકાર્ય એટલે જે
તે સ્થળ પર જઈને કોઈ વિષયનાં સંદર્ભમાં કરવામાં આવતું કાર્ય સ્થાનિક સર્વેક્ષણ એ
એક પ્રકારનું ક્ષેત્રકાર્ય ગણાય છે. શિક્ષણમાં વિદ્યાર્થીઓમા પ્રાયોગિક કામનું
સામાન્ય વિજ્ઞાન જેટલું જ મહત્વ છે. વિદ્યાર્થીઓ નિરીક્ષણ, માપન, વાંચન, રેખાંકન, સંગ્રહ વગેરે પ્રવૃતિ દ્વારા વિવિધ વિષયોનું હાર્દ પામે તે ખૂબ જ આવશ્યક
છે. વિવિધ વિષયોનું વૈજ્ઞાનિક જ્ઞાન આપવા માટે તેના અભ્યાસક્રમમાં ક્ષેત્રકાર્યને
ખૂબ જ મહત્વ આપવામાં આવ્યુ છે. જેમ વિજ્ઞાનનાં મૂલ્યો તેના
પ્રયોગો સિવાય સમજી ન શકાય તેમ વિવિધ વિષયોમાં પણ ક્ષેત્રકાર્ય સિવાય કેટલાંક
ખ્યાલો સમજી ન શકાય.
➽ દા.ત
:-
§ ➜ સ્થાનિક
કે આજુબાજુના કારખાનાની મુલાકાત.
§ શાળાની
મુલાકાત.
§ ➜ ડેરીની
મુલાકાત, દૂધનું પ્રમાણ, દૂધની બનાવટો,
અનુકૂળ સંજોગોની માહિતી મેળવવી.
§ ➜ વિવિધ
ટેકનીકલ સંસ્થાની મુલાકાત.
§ ➜ વૃદ્ધાશ્રમની
મુલાકાત અને તેનો અભ્યાસ.
➽ ક્ષેત્રકાર્યની વ્યાખ્યા :-
➤ “જે તે સ્થળ પર જઈને કોઈ
વિષયનાં સંદર્ભમાં કરવામાં આવતું કાર્ય એટલે ક્ષેત્રાકાર્ય.”
➤
“જે તે સંસ્થાનું પ્રત્યક્ષ
વલોકન કરી તેના આધારે ચોક્કસ તારણો તારવવાની પ્રક્રિયા એટલે ક્ષેત્રકાર્ય.”
➤
“જે તે ક્ષેત્રની પ્રત્યક્ષ
મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અધ્યયન અનુભવો પૂરા પાડવાની પ્રવિદ્યી એટલે
ક્ષેત્રકાર્ય.”
Please tell me one topic name of feild work in gujrati
ReplyDelete