Friday, August 17, 2018

સહસ્ત્રલિંગ તળાવ – પાટણ


                                  !! સહસ્ત્રલિંગ તળાવ – પાટણ !!

        સહસ્ત્રલિંગ તળાવ સાચા અર્થમાં ઐતિહાસિક સ્મારક છે. પાટણના સૌથી સમર્થ સોલંકી રાજવી સઘરા જેસંગ એવા સિદ્ધરાજ જયસિંહે આ તળાવ બંધાવ્યું હતું. શિવના પરમભક્ત એવા સિદ્ધરાજે તેની શિવ આસ્થાના પ્રતીકરૂપે આ વિશાળ તળાવ સરસ્વતી નદીના સાંનિધ્યમાં તૈયાર કરાવ્યુ હતું. સહસ્ત્રલિંગ સરોવરના કિનારે એક હજાર શિવમંદિરો હતા. જે વિરાટ શીલ-સંકૂલ ગણાતું હતું. આ તળાવ તત્કાલિન ઈજનેરી ક્ષમતાનો ઉત્કુષ્ટ નમૂનો ગણાય છે.

        આ તળાવને સિદ્ધરાજે સ્થાપત્યકલા વડે એટલું બધુ શણગાર્યું હતું કે ગુજરાતનાં ઈતિહાસના સર્વકાળમાં તે સર્વશ્રેષ્ટ ગણાયું છે. જસમાં ઓડણની વાર્તા તથા રાસડાએ ગુજરાતનાં ગામે-ગામમાં આ તળાવને જાણીતું કર્યું છે. એનું અસલ નામ સિદ્ધસરોવર હતું. એના કાંઠે સહસ્ત્ર શિવમંદિર હોવાથી જનસમાજમાં સહસ્ત્રલિંગ તરીકે જાણીતું થયું. સહસ્ત્રલિંગ ઇ.સ. ૧૧૩૯માં બંધાયું હતું. સરસ્વતી પુરાણ અને પ્રબંધ ચિંતામણીમાં સહસ્ત્રલિંગ નામ સ્પષ્ટ આપેલું છે. આઈને અકબરમાં એને સહસનક કહેલું છે. કેટલાક ગ્રંથોમાં સીદ્ધસાર કે સિદ્ધસાગર નામ આપવામાં આવ્યું છે.

        પ્રબંધ ચિંતામણીમાં જણાવ્યા મુજબ વનરાજ જ્યારે પાટનગર માટે સ્થળની શોધમાં પાટણની ભૂમિ પાસે આવ્યો તે વખતે તેની નજીકમાં પિપૂલડા નામનું એક તળાવ હતું. પાટણ વસ્યા પૂર્વે ત્યાં અથવા તો તેની નજીકમાં લખારામ નામનું ગામ હતું. આ માન્યતાને પિપૂલડા તળાવનું અસ્તિત્વ કાંઈક ટેકો આપે છે. પ્રાચીન પાટણમાં ખંડેરોમાં સહસ્ત્રલિંગના વિસ્તાર સિવાય બીજે ક્યાંય કોઈ પ્રાચીન તળાવના અવશેષો મળતા નથી. એટલે આ બંને તળાવો સહસ્ત્રલિંગના જ પૂર્વરૂપો હશે. અસલમાં પિપૂલડા તળાવનો દુર્લભરાજે અને સિદ્ધરાજે જરૂર પડતાં પુનરુદ્ધાર કરાવી જુદા-જુદા નામો આપ્યા હશે. આ તળાવ બાંધવાની પ્રેરણા સિદ્ધરાજને કેવી રીતે મળી એના સંબંધમાં પુરાણમાં નગરની નજીક આવેલ જળહીન સરોવરને ફરી પ્રવિત્ર જળ વડે પરિપૂર્ણ કરી તેમાં સરસ્વતીનો વાસ કરવાની કથા આપેલી છે. પુરાણકાળે આ સરોવરમાં જળ લાવવા માટે બાંધેલી જળવીથિકાના બંને કિનારા ઉપર આવેલ દેવમંદિરો, કુંડો, વાવો વગેરેની વિગતવાર માહિતી આપી છે.

        હેમચંદ્રો દ્વયાશ્રયમાં આ માનસરોવરના કાંઠે ૧૦૦૮ શિવમંદિરો ૧૦૮, દેવમંદિર અને એક દશાવતારનું મંદિર હોવાનું જણાવ્યુ છે. સરસ્વતી પુરાણ તથા દ્રયાશ્રય કાવ્યમાં વર્ણવેલ તળાવના ભુતપૂર્વ વડોદરા રાજ્યના પુરાતત્વ ખાતાઓ ખોદકામ કરાવ્યુ હતું. અમે ખોદકામમાંથીમળી આવેલ રેદ્ર્રરૂપ અને ગરનાળા તેમજ કેટલાક ઘાટના અવશેષ યથાવત સ્થિતિમાં મળી આવ્યા હતા. આ ઉપરથી નક્કી થાય છે, કે ઉપર્યુક્ત ગ્રંથોએ સહસ્ત્રલિંગ સરોવરને જે વર્ણન કર્યું છે તે બરાબર છે. સહસ્ત્રલિંગ તળાવનો ઘાટ વલયાકાર એટલે કે વૃતાકાર હતો. એની ચારે બાજુ પગથિયાં વાળા ઘાટ છે.

        સહસ્ત્રલિંગ સરોવરના કાંઠે સૂર્ય, ગણેશ, કાર્તિક સ્વામી વગેરે બીજા દેવોની દહેરીયો પણ હતી. સરોવરના મધ્યભાગએ આવેલ બકસ્થળ ઉપર વિદ્યાવાસીની દેવીનું મંદિર હતું. અને બે મંદિર પહોંચવા માટે પથ્થરના ફૂલની યોજના કરેલી હતી. જળાશયના ત્રણ ગળનાળા ઉપર જળશાયી વિષ્ણુનું મંદિર હતું. દહેરીઓમાં વૈષ્ણવ, શૈવ તથા શાક્ત વગેરે દેવદેવીઓની મૂર્તિઓ પ્રસ્થાપિત કરેલી હતી. સરોવરના મુખ્ય માર્ગની આગળ ભવ્ય કીર્તિતોરણ આવેલ હતું. એ નહેર અને સરોવરની વચ્ચે ત્રણ રુદ્રકૂપ (નાગધારા)ની યોજના હતી. નદી તરફના નહેરના મુખભાગે પથ્થરની જાળીનાળા ગરનાળાની યોજના હતી. નદીનું પાણી ગળાઈ સ્વચ્છ થઈ પ્રથમ રુદ્રકાપમાં આવતું પાણીમાનો કચરો એ રુદ્રકૂપમાં પ્રવેશતું. ત્યાં પણ કચરાને ઠરવાનો અવકાશ રહેતો અને છેવટે ત્રીજા રુદ્રકૂપમાં થઈને પાણી સરોવરને સંલગ્ન ગરનાળાની મારફત સરોવરમાં પ્રવેશતું. આ રીતે પાણી અત્યંત શુદ્ધ થઈ નિર્મલ જલરૂપે સરોવરમાં ભરાતું પાણીના નિકાલ માટે પણ આવી જ વ્યવસ્થા સરોવરના બીજા છેડે રાખવામાં આવી હતી. ઉપલબ્ધ અવશેષો પરથી સરોવરને જે વિસ્તાર માલૂમ પડે છે. તે જોતાં લગભગ અડધું પાટણ સરોવર પર વસેલું હોય એમ લાગે છે.

        સહસ્ત્રલિંગ સરોવરના ગરનાળાઓ ઉપર ત્રણ દેવકૂલિકાઓ બનાવેલી છે. જેથી આગળ નાનો રાજપથ બનાવી પથ્થરનો કઠોડો બનાવ્યો છે. એમ ત્યાં પથ્થરની અંદર કોતરેલ ખાંચાઓ ઉપરથી જણાય છે. આ ગરનાળાઓ કલાકૌશલ્યાની દ્રષ્ટિએ અનન્ય હોય તેમાં કમલપત્રની પાંખડીઓ કોતરેલી છે. 

        સહસ્ત્રલિંગ તળાવમાં નૌકાવિહાર પણ કરી શકાતો હતો. અલબત આજના દિવસે સરોવરનો મોટો હિસ્સો ધરતીઢંક છે. પુરાતત્વખાતા દ્વારા સહસ્રલિંગ તળાવના પરિસરમાં મ્યુઝિયમ ઊભું કરાયું છે. હજારો મુલાકાતીઓ આ સંકુલની મુલાકાત લે છે.
        આમ, ઉતર ગુજરાતના પાટણ મુકામે આવેલ સહસ્રલિંગ તળાવનો ઐતિહાસિક અભ્યાસ અને ઐતિહાસિક સ્થળની ઐતિહાસિક વિરાસતને જાની શકે.                        

No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...