Thursday, July 29, 2021

સેમીનાર : 105 – Seminar On Current Issues Education

 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગમાં સેમેસ્ટર - ૧ મા પ્રવર્તમાન સમસ્યા અને તેના ઉકેલ ઉપર સેમીનાર આપવાનો હોય છે. 

પ્રસ્તાવના :  

     ભારતીય સંસ્કૃતિની જાળવણીમાં સૌથી મોટો ફાળો શિક્ષણનો છે. ઋષિમુની અને સંતોની ભૂમિ એવા ભારતમાં એક સમયે ગુરુકુળો હતા જ્યાં બાળકનો સર્વાંગી વિકાસ થતો. અભ્યાસથી લઈને અન્ય દરેક કળામાં પારંગત બનવાની તાલીમ ગુરુકુળમાં અપાતી.

    સમયની સાથે શિક્ષણમાં પણ બદલાવ આવ્યો. આધુનિક ટેક્નોલોજી અને ડિજિટલ યુગનો વ્યાપ વધતા શિક્ષણમાં ધરમૂળ પરિવર્તનો થયા અને આવા પરિવર્તનને લઈને આખી શિક્ષણપ્રથા, માળખું અને માધ્યમો બધુંજ બદલાયું છે.

     ૨૧મી સદીના લોકોની ઊભી થયેલી જરૂરિયાતોએ ટેક્નોલોજીના ક્ષેત્રે અદ્દભૂત અને અદ્યતન શોધો કરી છે E-Book (ડિજિટલ પ્રકાશનો) અને E-Learning (ઇ-લર્નિંગ એટલે ઇલેક્ટ્રોનિક્સ સાધનોની મદદથી થતું અધ્યયન) સ્વીકારીને વિદ્યાર્થીઓ સમયની બચત સાથે આવશ્યક એવી માહિતીને વિવિધ સ્વરૂપોમાં મેળવી વિકાસ તરફ વેગીલા બન્યા છે.

      શિક્ષણક્ષેત્રે વિકાસ સાધવા માટે અને નવું સર્જન કરવા માટે પરિવર્તન એ પૂર્વશરત ગણાય છે. ૨૧મી સદી એટલે જ્ઞાનની સદી ટેક્નોલોજીના ક્ષેત્રે નૂતન આવિષ્કારની અપેક્ષાઓની સદી અને આ સમયમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચશિક્ષણ સુધી ડિજિટલ શિક્ષણ એ પોતાનો ડેરો જમાવ્યો છે. આજે ઉચ્ચશિક્ષણ પ્રક્રિયા દ્રશ્ય-શ્રાવ્ય શિક્ષણના વિશિષ્ટ ક્ષેત્રની મર્યાદા ઓળંગીને માસ-મીડિયા કોમ્યુનિકેશન એજ્યુકેશન નામકરણ અંતર્ગત હરણફાન ભરી રહ્યું છે. જે ડિજિટલક્રાંતિને લીધે શક્ય બન્યું છે.

     ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતું શિક્ષણ એ નૂતન (Modern) શિક્ષણ ગણી શકાય કારણ કે આ શિક્ષણમાં કમ્પ્યૂટર, લેપટોપ, ટેબલેટ જેવા ડિજિટલ સાધનોની સાથે ઈન્ટરનેટનો સાથવારો જોવા મળે છે. ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે અધ્યેતાને આપવામાં આવતા પુસ્તકથી માંડીને તેના વાંચન શીખવું, શીખવવું, લખાણ, મૂલ્યાંકન અને પરિણામ સુધીની તમામ પ્રક્રિયા ડિજિટલ રીતે એટલે કે ICT (Infomation And Communication Technology) અને જુદા-જુદા સોફ્ટવેરથી કરવામાં આવે છે.

      આ ૨૧મી સદીનું શિક્ષણ એકદમ આધુનિક છે, તેના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે ખાસ કરીને શાળાઓમાં વિદ્યાર્થીઓને નવી-નવી ટેક્નોલોજી અંગે પૂરતી માહિતી નથી હોતી તેથી ઘણી બધી સમસ્યાઓ સર્જાતી જોવા મળે છે.

     ૨૧મી સદીની સમગ્ર શિક્ષણ વ્યવસ્થા આધુનિક યુગ પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવી છે પરંતુ વિદ્યાર્થી પક્ષે આ શિક્ષણ વ્યવસ્થા ફાયદાકારક પણ અને ગેરમાર્ગે પણ દોરી રહી છે. જેમાં વિદ્યાર્થીને સતત પરિશ્રમ કરવો પડે છે. ૨૧મી સદીની શિક્ષણ વ્યવસ્થા સામે વિદ્યાર્થી સ્વ-વિકાસ ભૂલી જઈને માત્ર તે અભ્યાસ કરે છે.

 

·       સમસ્યા – ૧ “વિદ્યાર્થીઓમાં ચિંતનાત્મક વાંચનનો અભાવ”

 

સમજૂતી : વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષાલક્ષી જ વાંચન કરે છે. ઉપરાંત વિષયવસ્તુને બરાબર સમજતાં નથી અને ગોખણપટ્ટીનો સહારો લે છે. વિદ્યાર્થીઓએ જે પણ વાંચ્યું હોય તેને યાદ રાખવા સતત પુનરાવર્તન કરી ગોખણપટ્ટીને અનુસરે છે. આમ જોવા જઈએ તો, આ રીતે શીખવાથી યાદ તો રહે છે પરંતુ તેને સમજી નથી શકાતું. વિદ્યાર્થીઓ ઈત્તર વાંચન કરતા નથી. ગોખણપટ્ટીને કારણે વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી યાદ રહેતું નથી માત્ર પરીક્ષા સુધી યાદ રહેશે અને પછી બધું ભૂલી જશે.

·       સમસ્યાનો ઉકેલ :

Þ   ગોખણ પદ્ધતિમાંથી વિદ્યાર્થીઓને બહાર લાવવા માટે, શાળામાં   ૧૦ જૂને જે એન્ટી રોટ ડે (ગોખણ વિરોધી દિવસ) ઉજવવામાં આવે છે, તે ઉજવવો જોઈએ જેથી ગોખવાની નહીં પરંતુ સાચી પદ્ધતિને પ્રોત્સાહન મળે.

Þ   શિક્ષકે વિદ્યાર્થીઓને ઈત્તર વાંચન કરવા માટે પ્રેરવા જોઈએ.

Þ   પાઠ્યપુસ્તકો અને નોંધોનું વર્તમાન કદ વિદ્યાર્થીઓને ડરાવી શકે છે, તેથી જ ટૂંકા, સંક્ષિપ્ત અને ઈન્ટરેક્ટિવ ઈ-પુસ્તકો પ્રદાન કરવા મહત્વપૂર્ણ છે.

Þ   અતિથિઓના વ્યાખ્યાનો ગોઠવવા જોઈએ.

 

·       સમસ્યા – ૨ “ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓને થતી સમસ્યાઓ”

 

સમજૂતી : ઓનલાઇન શિક્ષણ ઘણું જ ફાયદારૂપ છે. જેમ કે વિદ્યાર્થી પોતાના સમયે વ્યવસ્થિત ભણી શકે છે, સરળ-સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં ઘરે જ આરામથી શીખી શકે. એનિમેશનવાળા વિડીઓથી ઘણું ઊંડાણથી સમજી શકે, અને વિદ્યાર્થીઓનો સમય, શક્તિ પણ બચે. પરંતુ આ રીતે વિદ્યાર્થીઓ કમ્પ્યૂટર સામે સતત બેસી રહે છે તેના કારણે આંખો ખરાબ થાય, માથાનાં દુઃખાવા જેવી સમસ્યાઓ થાય છે.

-    ઓનલાઇન શિક્ષણનાં કારણે વિદ્યાર્થીઓ એકલતામાં ધકેલાતા જાય છે.

-    વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે જે રીતે ભણે છે, એ રીતે ઓનલાઇન શિક્ષણમાં ભણી શકતા નથી.

-    વિદ્યાર્થીઓને શાળાના સોફ્ટવેર (Application) અને જોડાણ (Link) માટે મુશ્કેલીઓ ઉભી થાય છે.

-    ટેક્નોલોજીનો ઉપયોગ કરતા થયા છે, પરંતુ નેટવર્કના કારણે તેમને ઘણી તકલીફો પડે છે ઈન્ટરનેટનાં નેટવર્કના કારણે વિષય-વસ્તુ છૂટી જાય છે.

 

·       સમસ્યાનો ઉકેલ :

Þ શાળાના વિદ્યાર્થીઓને સોફ્ટવેર (Application) ઇન્સ્ટોલ કરતા શીખવવું અને માહિતી, માર્ગદર્શન આપવું જોઈએ.

Þ શિક્ષકોએ વાલીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને વિદ્યાર્થીઓના અનુકૂળ સમયે ઓનલાઇન વર્ગો ચલાવવા આયોજન કરવું જોઈએ.

Þ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અંગે થતાં ફાયદા વિશે જણાવવું જોઈએ.

Þ ઓનલાઇન શિક્ષણ માટેનાં વિવિધ સોફ્ટવેર (Application) જેમ કે Byju’s, Vedant, Shala Mitra, Youth Education વગેરેથી વાકેફ કરવા જોઈએ.

Þ મહત્વના મુદ્દાનું પાવર પોઈન્ટ પ્રસ્તુતિ તૈયાર કરી, વિડિઓ અને અવાજ સાથે તૈયાર કરી સોફ્ટવેરની (Whatsapp)ની મદદથી વિદ્યાર્થીઓ સુધી પહોચાડવું જોઈએ.

·       સમસ્યા – ૩ “બિનલાયકાત શિક્ષકોથી વિદ્યાર્થીઓ પર પડતી અસર”

 

સમજૂતી : શિક્ષણની ગુણવત્તા જાળવવામાં તાલીમબદ્ધ ખૂબ મહત્વ છે. કમનસીબે ગુજરાતની ઘણી શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો નથી.

-    બિનલાયકત ધરાવતા શિક્ષકો ગુણવત્તા સભર શિક્ષણ આપી શકતા નથી.

-    શિક્ષકોના કૌશલ્યને સુધારવા માટે યોગ્ય તાલીમની જરૂર હોય છે, બિન તાલીમ લીધેલા શિક્ષકો નવી શૈક્ષણિક પદ્ધતિઓ વિશે વધારે જાણતા નથી હોતા.

-    બાળકના સર્વાંગી વિકાસને બદલે આખી વ્યવસ્થા પરીક્ષાલક્ષી બનીને રહી જાય છે.

-    બિનલાયકાત ધરાવતા શિક્ષકના કારણે વિદ્યાર્થીઓનો વિકાસ રૂંધાય છે.

 

·       સમસ્યાનો ઉકેલ :

Þ   શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની જ ભરતી કરવી જોઈએ.

Þ   વર્ગખંડમાં વિદ્યાર્થીઓના વૈવિદ્યને ધ્યાનમાં રાખી તેઓની વ્યક્તિગત અને સામાજિક વાસ્તાવિક્તાને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કાર્ય કરાવવું જોઈએ.

Þ   શિક્ષકોની ભરતી શિક્ષકોની યોગ્ય ક્ષમતા અનુસાર કરવી જોઈએ.

 

·       સમસ્યા – ૪ “શાળાઓના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે થતી સમસ્યાઓ”

 

સમજૂતી : કારકિર્દી માર્ગદર્શન વિના વિદ્યાર્થીઓ દિશાહીન બનતા હોય છે. પરિણામે શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળા છોડ્યા બાદ શું કરવું? તે અંગે સ્પષ્ટ હોતો નથી.

-    ઘણીવાર વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય માટેના કારકિર્દીના વિકલ્પો જ ખબર નથી હોતા.

-    શાળાઓમાં શિક્ષકોને જ કારકિર્દી માર્ગદર્શન જેવા વિષયમાં કોઈ રસ નથી તેથી વિદ્યાર્થીઓ મુંઝવણો અનુભવે છે.

-    ઘણીવાર માર્ગદર્શનને અભાવે અયોગ્ય વિદ્યાશાખા પસંદ થઇ જતી હોય છે જેના કારણે વિદ્યાર્થીઓને તેમાં રસ પડતો નથી અને પોતાની ઈચ્છા વિરુદ્ધના વિષયો તેમણે ભણવા પડે છે, જેના કારણે પરિણામ સારું આવતું નથી અને વિદ્યાર્થી મનોભાર અનુભવે છે.

·       સમસ્યાનો ઉકેલ :

Þ   વિદ્યાર્થીઓને શાળાકીય જીવન દરમ્યાન શૈક્ષણિક તેમજ વ્યવસાયિક માર્ગદર્શન પણ આપવું જોઈએ.

Þ   વિદ્યાર્થીઓને ધ્યેયલક્ષી વ્યવસાયને અનુરૂપ માર્ગદર્શન આપવું જોઈએ.

Þ   વિદ્યાર્થીઓની કારકિર્દી માર્ગદર્શન અંગેની સમસ્યાઓ કઈ કઈ અને કેટલા પ્રમાણમાં છે? તે શિક્ષકે જાણી લેવું જોઈએ.

Þ   શિક્ષકે અનુભવ દ્વારા કારકિર્દીના વિચારો પર સ્થિરતા લાવવાના અવસરો પૂરા પાડવા જોઈએ.

Þ   વિદ્યાર્થીઓની અભિરૂચિ તેમજ અભિયોગ્યતાનું માપન કરીને તેને યોગ્ય વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવાનું શિક્ષણ આપવું જોઈએ.

 

·       સમસ્યા – ૫ “વિષયવાર શિક્ષકોના અભાવ થકી વિદ્યાર્થીઓ ઉપર જોવા મળતી સમસ્યા”

 

સમજૂતી : શાળાઓમાં વિભિન્ન વિષયોના શિક્ષકો નથી હોતા.

-    વિષયવાર શિક્ષકોના અભાવને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી પ્રભાવિત નથી થતા.

-    અમુકવાર વિષય શિક્ષકોના અભાવને કારણે અન્ય વિષય, બીજા વિષયના શિક્ષકોને ભણાવવા માટે આપી દેવામાં આવે છે, તેના કારણે તે વિષયને વિદ્યાર્થીઓ બરાબર સમજી શકતા નથી.

·       સમસ્યાનો ઉકેલ :

Þ   વિષયવાર શિક્ષકોની જ ભરતી કરવી જોઈએ.

Þ   જે શિક્ષકનો જે વિષય હોય તે વિષય જ ભણાવવા આપવો જોઈએ.

v  સમાપન :

     ૨૧મી સદીમાં શાળાઓમાં કે ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતું શિક્ષણ એ આધુનિક શિક્ષણ ગણી શકાય કારણ કે આ શિક્ષણમાં કમ્પ્યૂટર, ટેબલેટ જેવા ડિજિટલ સાધનોની સાથે ઈન્ટરનેટનો સથવારો જોવા મળે છે. પરંતુ તેની સાથે-સાથે ઉચ્ચતર અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શાળાઓમાં ૨૧મી સદીની સમસ્યાઓ પણ જોવા મળે છે. વિદ્યાર્થીઓની સમસ્યાઓને જાણી-સમજીને આચાર્ય તથા શિક્ષકોએ યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. 

 

 

સંદર્ભ સૂચિ :

·       આચાર્ય મોહિની (૨૦૦૮) શિક્ષણમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર અમદાવાદ : અક્ષર પબ્લિકેશન.

·       ઉચ્ચાટુ ડી. એ. (૨૦૦૪) સંશોધન સમસ્યા પસંગીના અને સૈદ્ધાંતિક અને વ્યવહારું આધારો, રાજકોટ : પારસ પ્રકાશન.

·       ગુજરાત વિદ્યાપીઠ (૧૯૪૯) સાર્થ જોડણીકોશ, અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.

·       ધનવંત મ. દેસાઈ (૧૯૯૨) ભારતમાં ઉચ્ચત્તર કેળવણીની પ્રવર્તમાન સમસ્યાઓ, યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.

·       www.yuvasathi.com (Yuva Sathi Gujarati Megezine)

·       www.dailyhunt.in

·       https://vikaspedia.in/education

·         https://www.dellaarambh.com/gujarati/post/rote-learning-vs-pc-enabled-learning (ગોખણપટ્ટી વી. પીસી-સક્ષમ શિક્ષણ)  

·         https://www.gujaratilexicon.com

·         https://kcgjournal.org issue30

·         https://1nbc8.blogspot.com

·         https://gu.eferrit.com

https://ik-ptz.ru/guj/matematika/ikt-v-obrazovanii-informacionnye-tehnologii-v

·          https://gujaratinfomation.net (ગુજરાતીઓનું વિશ્વસનીય સામાયિક)

·          https://kcgjournal.org issue16

·          https://www.jpsartsvalsad.com

·          https://www.natvpatelarts.edu.in

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...