ગુરુવાર, 29 જુલાઈ, 2021

સેમીનાર : 105 – Seminar On Current Issues Education

 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગમાં સેમેસ્ટર - ૧ મા પ્રવર્તમાન સમસ્યા અને તેના ઉકેલ ઉપર સેમીનાર આપવાનો હોય છે. 

પ્રસ્તાવના :  

     ભારતીય સંસ્કૃતિની જાળવણીમાં સૌથી મોટો ફાળો શિક્ષણનો છે. ઋષિમુની અને સંતોની ભૂમિ એવા ભારતમાં એક સમયે ગુરુકુળો હતા જ્યાં બાળકનો સર્વાંગી વિકાસ થતો. અભ્યાસથી લઈને અન્ય દરેક કળામાં પારંગત બનવાની તાલીમ ગુરુકુળમાં અપાતી.

    સમયની સાથે શિક્ષણમાં પણ બદલાવ આવ્યો. આધુનિક ટેક્નોલોજી અને ડિજિટલ યુગનો વ્યાપ વધતા શિક્ષણમાં ધરમૂળ પરિવર્તનો થયા અને આવા પરિવર્તનને લઈને આખી શિક્ષણપ્રથા, માળખું અને માધ્યમો બધુંજ બદલાયું છે.

     ૨૧મી સદીના લોકોની ઊભી થયેલી જરૂરિયાતોએ ટેક્નોલોજીના ક્ષેત્રે અદ્દભૂત અને અદ્યતન શોધો કરી છે E-Book (ડિજિટલ પ્રકાશનો) અને E-Learning (ઇ-લર્નિંગ એટલે ઇલેક્ટ્રોનિક્સ સાધનોની મદદથી થતું અધ્યયન) સ્વીકારીને વિદ્યાર્થીઓ સમયની બચત સાથે આવશ્યક એવી માહિતીને વિવિધ સ્વરૂપોમાં મેળવી વિકાસ તરફ વેગીલા બન્યા છે.

      શિક્ષણક્ષેત્રે વિકાસ સાધવા માટે અને નવું સર્જન કરવા માટે પરિવર્તન એ પૂર્વશરત ગણાય છે. ૨૧મી સદી એટલે જ્ઞાનની સદી ટેક્નોલોજીના ક્ષેત્રે નૂતન આવિષ્કારની અપેક્ષાઓની સદી અને આ સમયમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચશિક્ષણ સુધી ડિજિટલ શિક્ષણ એ પોતાનો ડેરો જમાવ્યો છે. આજે ઉચ્ચશિક્ષણ પ્રક્રિયા દ્રશ્ય-શ્રાવ્ય શિક્ષણના વિશિષ્ટ ક્ષેત્રની મર્યાદા ઓળંગીને માસ-મીડિયા કોમ્યુનિકેશન એજ્યુકેશન નામકરણ અંતર્ગત હરણફાન ભરી રહ્યું છે. જે ડિજિટલક્રાંતિને લીધે શક્ય બન્યું છે.

     ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતું શિક્ષણ એ નૂતન (Modern) શિક્ષણ ગણી શકાય કારણ કે આ શિક્ષણમાં કમ્પ્યૂટર, લેપટોપ, ટેબલેટ જેવા ડિજિટલ સાધનોની સાથે ઈન્ટરનેટનો સાથવારો જોવા મળે છે. ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે અધ્યેતાને આપવામાં આવતા પુસ્તકથી માંડીને તેના વાંચન શીખવું, શીખવવું, લખાણ, મૂલ્યાંકન અને પરિણામ સુધીની તમામ પ્રક્રિયા ડિજિટલ રીતે એટલે કે ICT (Infomation And Communication Technology) અને જુદા-જુદા સોફ્ટવેરથી કરવામાં આવે છે.

      આ ૨૧મી સદીનું શિક્ષણ એકદમ આધુનિક છે, તેના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે ખાસ કરીને શાળાઓમાં વિદ્યાર્થીઓને નવી-નવી ટેક્નોલોજી અંગે પૂરતી માહિતી નથી હોતી તેથી ઘણી બધી સમસ્યાઓ સર્જાતી જોવા મળે છે.

     ૨૧મી સદીની સમગ્ર શિક્ષણ વ્યવસ્થા આધુનિક યુગ પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવી છે પરંતુ વિદ્યાર્થી પક્ષે આ શિક્ષણ વ્યવસ્થા ફાયદાકારક પણ અને ગેરમાર્ગે પણ દોરી રહી છે. જેમાં વિદ્યાર્થીને સતત પરિશ્રમ કરવો પડે છે. ૨૧મી સદીની શિક્ષણ વ્યવસ્થા સામે વિદ્યાર્થી સ્વ-વિકાસ ભૂલી જઈને માત્ર તે અભ્યાસ કરે છે.

 

·       સમસ્યા – ૧ “વિદ્યાર્થીઓમાં ચિંતનાત્મક વાંચનનો અભાવ”

 

સમજૂતી : વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષાલક્ષી જ વાંચન કરે છે. ઉપરાંત વિષયવસ્તુને બરાબર સમજતાં નથી અને ગોખણપટ્ટીનો સહારો લે છે. વિદ્યાર્થીઓએ જે પણ વાંચ્યું હોય તેને યાદ રાખવા સતત પુનરાવર્તન કરી ગોખણપટ્ટીને અનુસરે છે. આમ જોવા જઈએ તો, આ રીતે શીખવાથી યાદ તો રહે છે પરંતુ તેને સમજી નથી શકાતું. વિદ્યાર્થીઓ ઈત્તર વાંચન કરતા નથી. ગોખણપટ્ટીને કારણે વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી યાદ રહેતું નથી માત્ર પરીક્ષા સુધી યાદ રહેશે અને પછી બધું ભૂલી જશે.

·       સમસ્યાનો ઉકેલ :

Þ   ગોખણ પદ્ધતિમાંથી વિદ્યાર્થીઓને બહાર લાવવા માટે, શાળામાં   ૧૦ જૂને જે એન્ટી રોટ ડે (ગોખણ વિરોધી દિવસ) ઉજવવામાં આવે છે, તે ઉજવવો જોઈએ જેથી ગોખવાની નહીં પરંતુ સાચી પદ્ધતિને પ્રોત્સાહન મળે.

Þ   શિક્ષકે વિદ્યાર્થીઓને ઈત્તર વાંચન કરવા માટે પ્રેરવા જોઈએ.

Þ   પાઠ્યપુસ્તકો અને નોંધોનું વર્તમાન કદ વિદ્યાર્થીઓને ડરાવી શકે છે, તેથી જ ટૂંકા, સંક્ષિપ્ત અને ઈન્ટરેક્ટિવ ઈ-પુસ્તકો પ્રદાન કરવા મહત્વપૂર્ણ છે.

Þ   અતિથિઓના વ્યાખ્યાનો ગોઠવવા જોઈએ.

 

·       સમસ્યા – ૨ “ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓને થતી સમસ્યાઓ”

 

સમજૂતી : ઓનલાઇન શિક્ષણ ઘણું જ ફાયદારૂપ છે. જેમ કે વિદ્યાર્થી પોતાના સમયે વ્યવસ્થિત ભણી શકે છે, સરળ-સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં ઘરે જ આરામથી શીખી શકે. એનિમેશનવાળા વિડીઓથી ઘણું ઊંડાણથી સમજી શકે, અને વિદ્યાર્થીઓનો સમય, શક્તિ પણ બચે. પરંતુ આ રીતે વિદ્યાર્થીઓ કમ્પ્યૂટર સામે સતત બેસી રહે છે તેના કારણે આંખો ખરાબ થાય, માથાનાં દુઃખાવા જેવી સમસ્યાઓ થાય છે.

-    ઓનલાઇન શિક્ષણનાં કારણે વિદ્યાર્થીઓ એકલતામાં ધકેલાતા જાય છે.

-    વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે જે રીતે ભણે છે, એ રીતે ઓનલાઇન શિક્ષણમાં ભણી શકતા નથી.

-    વિદ્યાર્થીઓને શાળાના સોફ્ટવેર (Application) અને જોડાણ (Link) માટે મુશ્કેલીઓ ઉભી થાય છે.

-    ટેક્નોલોજીનો ઉપયોગ કરતા થયા છે, પરંતુ નેટવર્કના કારણે તેમને ઘણી તકલીફો પડે છે ઈન્ટરનેટનાં નેટવર્કના કારણે વિષય-વસ્તુ છૂટી જાય છે.

 

·       સમસ્યાનો ઉકેલ :

Þ શાળાના વિદ્યાર્થીઓને સોફ્ટવેર (Application) ઇન્સ્ટોલ કરતા શીખવવું અને માહિતી, માર્ગદર્શન આપવું જોઈએ.

Þ શિક્ષકોએ વાલીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને વિદ્યાર્થીઓના અનુકૂળ સમયે ઓનલાઇન વર્ગો ચલાવવા આયોજન કરવું જોઈએ.

Þ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અંગે થતાં ફાયદા વિશે જણાવવું જોઈએ.

Þ ઓનલાઇન શિક્ષણ માટેનાં વિવિધ સોફ્ટવેર (Application) જેમ કે Byju’s, Vedant, Shala Mitra, Youth Education વગેરેથી વાકેફ કરવા જોઈએ.

Þ મહત્વના મુદ્દાનું પાવર પોઈન્ટ પ્રસ્તુતિ તૈયાર કરી, વિડિઓ અને અવાજ સાથે તૈયાર કરી સોફ્ટવેરની (Whatsapp)ની મદદથી વિદ્યાર્થીઓ સુધી પહોચાડવું જોઈએ.

·       સમસ્યા – ૩ “બિનલાયકાત શિક્ષકોથી વિદ્યાર્થીઓ પર પડતી અસર”

 

સમજૂતી : શિક્ષણની ગુણવત્તા જાળવવામાં તાલીમબદ્ધ ખૂબ મહત્વ છે. કમનસીબે ગુજરાતની ઘણી શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો નથી.

-    બિનલાયકત ધરાવતા શિક્ષકો ગુણવત્તા સભર શિક્ષણ આપી શકતા નથી.

-    શિક્ષકોના કૌશલ્યને સુધારવા માટે યોગ્ય તાલીમની જરૂર હોય છે, બિન તાલીમ લીધેલા શિક્ષકો નવી શૈક્ષણિક પદ્ધતિઓ વિશે વધારે જાણતા નથી હોતા.

-    બાળકના સર્વાંગી વિકાસને બદલે આખી વ્યવસ્થા પરીક્ષાલક્ષી બનીને રહી જાય છે.

-    બિનલાયકાત ધરાવતા શિક્ષકના કારણે વિદ્યાર્થીઓનો વિકાસ રૂંધાય છે.

 

·       સમસ્યાનો ઉકેલ :

Þ   શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની જ ભરતી કરવી જોઈએ.

Þ   વર્ગખંડમાં વિદ્યાર્થીઓના વૈવિદ્યને ધ્યાનમાં રાખી તેઓની વ્યક્તિગત અને સામાજિક વાસ્તાવિક્તાને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કાર્ય કરાવવું જોઈએ.

Þ   શિક્ષકોની ભરતી શિક્ષકોની યોગ્ય ક્ષમતા અનુસાર કરવી જોઈએ.

 

·       સમસ્યા – ૪ “શાળાઓના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે થતી સમસ્યાઓ”

 

સમજૂતી : કારકિર્દી માર્ગદર્શન વિના વિદ્યાર્થીઓ દિશાહીન બનતા હોય છે. પરિણામે શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળા છોડ્યા બાદ શું કરવું? તે અંગે સ્પષ્ટ હોતો નથી.

-    ઘણીવાર વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય માટેના કારકિર્દીના વિકલ્પો જ ખબર નથી હોતા.

-    શાળાઓમાં શિક્ષકોને જ કારકિર્દી માર્ગદર્શન જેવા વિષયમાં કોઈ રસ નથી તેથી વિદ્યાર્થીઓ મુંઝવણો અનુભવે છે.

-    ઘણીવાર માર્ગદર્શનને અભાવે અયોગ્ય વિદ્યાશાખા પસંદ થઇ જતી હોય છે જેના કારણે વિદ્યાર્થીઓને તેમાં રસ પડતો નથી અને પોતાની ઈચ્છા વિરુદ્ધના વિષયો તેમણે ભણવા પડે છે, જેના કારણે પરિણામ સારું આવતું નથી અને વિદ્યાર્થી મનોભાર અનુભવે છે.

·       સમસ્યાનો ઉકેલ :

Þ   વિદ્યાર્થીઓને શાળાકીય જીવન દરમ્યાન શૈક્ષણિક તેમજ વ્યવસાયિક માર્ગદર્શન પણ આપવું જોઈએ.

Þ   વિદ્યાર્થીઓને ધ્યેયલક્ષી વ્યવસાયને અનુરૂપ માર્ગદર્શન આપવું જોઈએ.

Þ   વિદ્યાર્થીઓની કારકિર્દી માર્ગદર્શન અંગેની સમસ્યાઓ કઈ કઈ અને કેટલા પ્રમાણમાં છે? તે શિક્ષકે જાણી લેવું જોઈએ.

Þ   શિક્ષકે અનુભવ દ્વારા કારકિર્દીના વિચારો પર સ્થિરતા લાવવાના અવસરો પૂરા પાડવા જોઈએ.

Þ   વિદ્યાર્થીઓની અભિરૂચિ તેમજ અભિયોગ્યતાનું માપન કરીને તેને યોગ્ય વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવાનું શિક્ષણ આપવું જોઈએ.

 

·       સમસ્યા – ૫ “વિષયવાર શિક્ષકોના અભાવ થકી વિદ્યાર્થીઓ ઉપર જોવા મળતી સમસ્યા”

 

સમજૂતી : શાળાઓમાં વિભિન્ન વિષયોના શિક્ષકો નથી હોતા.

-    વિષયવાર શિક્ષકોના અભાવને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી પ્રભાવિત નથી થતા.

-    અમુકવાર વિષય શિક્ષકોના અભાવને કારણે અન્ય વિષય, બીજા વિષયના શિક્ષકોને ભણાવવા માટે આપી દેવામાં આવે છે, તેના કારણે તે વિષયને વિદ્યાર્થીઓ બરાબર સમજી શકતા નથી.

·       સમસ્યાનો ઉકેલ :

Þ   વિષયવાર શિક્ષકોની જ ભરતી કરવી જોઈએ.

Þ   જે શિક્ષકનો જે વિષય હોય તે વિષય જ ભણાવવા આપવો જોઈએ.

v  સમાપન :

     ૨૧મી સદીમાં શાળાઓમાં કે ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતું શિક્ષણ એ આધુનિક શિક્ષણ ગણી શકાય કારણ કે આ શિક્ષણમાં કમ્પ્યૂટર, ટેબલેટ જેવા ડિજિટલ સાધનોની સાથે ઈન્ટરનેટનો સથવારો જોવા મળે છે. પરંતુ તેની સાથે-સાથે ઉચ્ચતર અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શાળાઓમાં ૨૧મી સદીની સમસ્યાઓ પણ જોવા મળે છે. વિદ્યાર્થીઓની સમસ્યાઓને જાણી-સમજીને આચાર્ય તથા શિક્ષકોએ યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. 

 

 

સંદર્ભ સૂચિ :

·       આચાર્ય મોહિની (૨૦૦૮) શિક્ષણમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર અમદાવાદ : અક્ષર પબ્લિકેશન.

·       ઉચ્ચાટુ ડી. એ. (૨૦૦૪) સંશોધન સમસ્યા પસંગીના અને સૈદ્ધાંતિક અને વ્યવહારું આધારો, રાજકોટ : પારસ પ્રકાશન.

·       ગુજરાત વિદ્યાપીઠ (૧૯૪૯) સાર્થ જોડણીકોશ, અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.

·       ધનવંત મ. દેસાઈ (૧૯૯૨) ભારતમાં ઉચ્ચત્તર કેળવણીની પ્રવર્તમાન સમસ્યાઓ, યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.

·       www.yuvasathi.com (Yuva Sathi Gujarati Megezine)

·       www.dailyhunt.in

·       https://vikaspedia.in/education

·         https://www.dellaarambh.com/gujarati/post/rote-learning-vs-pc-enabled-learning (ગોખણપટ્ટી વી. પીસી-સક્ષમ શિક્ષણ)  

·         https://www.gujaratilexicon.com

·         https://kcgjournal.org issue30

·         https://1nbc8.blogspot.com

·         https://gu.eferrit.com

https://ik-ptz.ru/guj/matematika/ikt-v-obrazovanii-informacionnye-tehnologii-v

·          https://gujaratinfomation.net (ગુજરાતીઓનું વિશ્વસનીય સામાયિક)

·          https://kcgjournal.org issue16

·          https://www.jpsartsvalsad.com

·          https://www.natvpatelarts.edu.in

મંગળવાર, 16 ઑક્ટોબર, 2018

C101 Most IMP 8 QUESTION (પરીક્ષામાં પૂછાય તેવા ૮ પ્રશ્નો)


(૧)  વર્તનવાદ ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનારા માનો વૈજ્ઞાનિકોના નામ આપો. 
➤ હેથ, મિલર, ડોલાર્ડ, માવરર, સ્પેન્સ, પોસ્ટમેન, અંડરવુડ, ઓસગુડ, સ્ટાટ્સ વગેરે ઉપરાંત સીમાસ્થંભ સમાન વોટ્સન, ગુથી, ટોલમેન હલ અને સ્કીનરના નામો મહત્વના ગણાવી શકાય. 

(૨) સામાજીકીકરણની બે વ્યાખ્યા આપો. 
➤ "સામાજીકીકરણ એવી પ્રક્રિયા છે, જેના દ્વારા મનુષ્ય તેના પર્યાવરણ સાથે અનુકૂળ થાય છે અને પોતે પર્યાવરણના સ્વીકૃત, સહકારયુક્ત અને કાર્યક્ષમ સભ્ય બને છે"    - ડ્રેવર 
➤પોતાના સમાજના સભ્યોના જેવુ વર્તન અને વિચારતા શીખવાની પ્રક્રિયા એટલે સામાજીકીકરણ" - ઝૂબેલ સોલબર્ગ

(૩) વૃદ્ધિ અને વિકાસના બે તફાવતો જણાવો. ?
➤વૃદ્ધિ-વૃદ્ધિ પરિપકવતા સિધ થતાં અટકી જાય છે. ➤વિકાસ- વિકાસ એ આજીવન પ્રક્રિયા છે. 
➤વૃદ્ધિ ચોક્કસ મર્યાદામાં જ થાય છે. ➤વિકાસ-વિકાસની શક્યતા અમર્યાદિત છે.

(૪) અધ્યાનના ક્ષેત્રમાં વિખ્યાત એવા આંતરસૂઝનો પ્રયોગ કોને આપ્યો છે ?
➤ વોન્ફગેંગ કોહલર - ચિમ્પાન્ઝી પરના પ્રયોગને કારણે પ્રખ્યાત - અન્ય જર્મન વૈજ્ઞાનિકો કોફકા, વર્ધીમેર.

(૫) કારક અભિસંધાનનો પ્રયોગ કોને આપ્યો છે ? 
➤ બુરહાસ ફ્રેડરિક સ્કીનર - ૧૯૦૪ થી ૧૯૯૦ - ઉંદર પર પ્રયોગ.

(૬) મનોવિજ્ઞાનની બે વ્યાખ્યાઓ આપો. 
➤ "મનોવિજ્ઞાન વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે." - એન. એલ. મન 
➤ "મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે." - મોર્ગન અને કિંગ

(૭) શૈક્ષણિક મનોવિજ્ઞાનની બે વ્યાખ્યા આપો. 
➤ "શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિઓમાં થતાં માનવવર્તન સાથે સંબંધિત છે." - સ્કીનર 
➤ "શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણનો પ્રયોગસિદ્ધ આધારભૂત પાયો છે." - આર્થર સી. કોલાડર્શી

(૮) બાળમનોવિજ્ઞાનની બે વ્યાખ્યા આપો. 
➤ "બાળમનોવિજ્ઞાન એ જન્મથી પુખ્તાવસ્થા સુધી માનવના વિકાસનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની શાખા છે." - જેમ્સ ડ્રેવર 
➤ "બાળમનોવિજ્ઞાન એ બાળકોના વર્તન અને મનોવૈજ્ઞાનિકવિકાસનોઅભ્યાસ કરતાં વિજ્ઞાનને માટે વપરાતો શબ્દ છે" - જી.જી.થોમ્પ્સન

સોમવાર, 15 ઑક્ટોબર, 2018

મનોવિજ્ઞાનની કેટલીક વ્યાખ્યાઓ : (Some Definitions of Psychology)

"મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે."
                                                                                          - મોર્ગન અને કિંગ

"મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિનીપ્રવૃતિઓનોવૈજ્ઞાનિકઅભ્યાસ છે."
                                                                                                                                  - વૂડવર્થ

"મનોવિજ્ઞાન વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે."
                                                               - એન. એલ. મન

"મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે."
                                                                   - ઈ. વૉટસન

ગુરુવાર, 11 ઑક્ટોબર, 2018

!! ક્ષેત્રકાર્યનો અર્થ અને વ્યાખ્યા !!


૧.૨ ક્ષેત્રકાર્યનો અર્થ અને વ્યાખ્યા :-

➽ ક્ષેત્રકાર્યનો અર્થ :-

     ક્ષેત્રકાર્ય એટલે જે તે સ્થળ પર જઈને કોઈ વિષયનાં સંદર્ભમાં કરવામાં આવતું કાર્ય સ્થાનિક સર્વેક્ષણ એ એક પ્રકારનું ક્ષેત્રકાર્ય ગણાય છે. શિક્ષણમાં વિદ્યાર્થીઓમા પ્રાયોગિક કામનું સામાન્ય વિજ્ઞાન જેટલું જ મહત્વ છે. વિદ્યાર્થીઓ નિરીક્ષણ, માપન, વાંચન, રેખાંકન, સંગ્રહ વગેરે પ્રવૃતિ દ્વારા વિવિધ વિષયોનું હાર્દ પામે તે ખૂબ જ આવશ્યક છે. વિવિધ વિષયોનું વૈજ્ઞાનિક જ્ઞાન આપવા માટે તેના અભ્યાસક્રમમાં ક્ષેત્રકાર્યને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યુ છે. જેમ વિજ્ઞાનનાં મૂલ્યો તેના પ્રયોગો સિવાય સમજી ન શકાય તેમ વિવિધ વિષયોમાં પણ ક્ષેત્રકાર્ય સિવાય કેટલાંક ખ્યાલો સમજી ન શકાય. 


➽ દા.ત :-

§              ➜ સ્થાનિક કે આજુબાજુના કારખાનાની મુલાકાત.
§                     શાળાની મુલાકાત.

§              ➜ ડેરીની મુલાકાત, દૂધનું પ્રમાણ, દૂધની બનાવટો, અનુકૂળ સંજોગોની માહિતી મેળવવી.
§               ➜  વિવિધ ટેકનીકલ સંસ્થાની મુલાકાત.

§               ➜ વૃદ્ધાશ્રમની મુલાકાત અને તેનો અભ્યાસ.

ક્ષેત્રકાર્યની વ્યાખ્યા :-

   ➤ “જે તે સ્થળ પર જઈને કોઈ વિષયનાં સંદર્ભમાં કરવામાં આવતું કાર્ય એટલે ક્ષેત્રાકાર્ય.”

 ➤ “જે તે સંસ્થાનું પ્રત્યક્ષ વલોકન કરી તેના આધારે ચોક્કસ તારણો તારવવાની પ્રક્રિયા એટલે ક્ષેત્રકાર્ય.”

➤  “જે તે ક્ષેત્રની પ્રત્યક્ષ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અધ્યયન અનુભવો પૂરા પાડવાની પ્રવિદ્યી એટલે ક્ષેત્રકાર્ય.”

પ્રસ્તાવના : ક્ષેત્રકાર્ય (FIELD WORK)


પ્રકરણ - ૧ પૂર્વભૂમિકા

ક્ષેત્રકાર્ય (FIELD WORK)


૧.૧ પ્રસ્તાવના :-

     શિક્ષણમાં ક્ષેત્રકાર્ય અથવા ક્ષેત્રનુભાવ માટે વિશાળ તકો અને સંભાવનાઓ છે. વિવિધ વિષયોને લગતા જ્ઞાન, માહિતી સમજના અનુભવની પ્રાપ્તિ માટે જે તે સ્થળ, સંસ્થા, વિસ્તાર ઔધોગિક એકમની (ક્ષેત્રની) મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અધ્યયન અનુભવો પૂરા પાડવામાં આવે છે. આ રીતે ક્ષેત્રની પ્રત્યક્ષ મુલાકાત લઈ ક્ષેત્ર વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની પ્રક્રિયાને ક્ષેત્રકાર્ય તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ વિવિધ સંસ્થાઓના અવલોકન દ્વારા જ્ઞાન મેળવીને સમજવાનો પ્રયત્ન જાતે જ કરે છે. 

     વિવિધ વિષયોના ક્ષેત્રકાર્ય ખૂબ જ મહત્વનુ સ્થાન ધરાવે છે જેમ કે, અર્થશાસ્ત્રમાં વિવિધ આર્થિક પ્રવૃતિઓની જટિલતાને સમજવા માટે તથા ખેતી, ઉદ્યોગ, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વાણિજયા વગેરેનાં પ્રશ્નોથી અને પ્રવર્તમાન પ્રવાહોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા ક્ષેત્રકાર્ય આવશ્યક જરૂરી છે. નામનાં મૂળતત્વો વિષયમાં વિદ્યાર્થીને સૈદ્ધાતિંક જ્ઞાનને વ્યાવહારીક અને જીવંત જ્ઞાનની ભૂમિકા પૂરી પાડવા માટે ખૂબ જ મહત્વનુ ગણવામાં આવે છે. સમાજવિદ્યા માનવવ્યવહાર માનવ-સંબંધો અને માનવ-પ્રવૃતિઓ સાથે વિશેષ સંબંધ ધરાવે છે. તેવી જ રીતે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી જેવા વિષયો પણ માનવ માનવવ્યવહાર અને માનવીય ગુણો સાથે સંકળાયેલા છે. પ્રયોગો વિના વિજ્ઞાનની સંકલ્પનાઓ સ્પષ્ટ થાય જ નહીં આમ, ક્ષેત્રકાર્ય એ એક પ્રકારનું પ્રાયોગિક કાર્ય જ બની રહે છે.   

📘 Internship Project Report કેવી રીતે લખશો અને ટાઈપિંગ કરશો – સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે લખવો – સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન 🎓 કૉલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે – ઇન્ટર્નશિપ પ્રોજે...