પ્રકરણ - ૧ પૂર્વભૂમિકા
ક્ષેત્રકાર્ય (FIELD WORK)
૧.૧ પ્રસ્તાવના
:-
શિક્ષણમાં ક્ષેત્રકાર્ય
અથવા ક્ષેત્રનુભાવ માટે વિશાળ તકો અને સંભાવનાઓ છે. વિવિધ વિષયોને લગતા જ્ઞાન, માહિતી સમજના અનુભવની પ્રાપ્તિ માટે જે તે સ્થળ,
સંસ્થા, વિસ્તાર ઔધોગિક એકમની (ક્ષેત્રની) મુલાકાત લઈ
વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અધ્યયન અનુભવો પૂરા પાડવામાં આવે છે. આ રીતે ક્ષેત્રની
પ્રત્યક્ષ મુલાકાત લઈ ક્ષેત્ર વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની પ્રક્રિયાને
ક્ષેત્રકાર્ય તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ વિવિધ સંસ્થાઓના અવલોકન દ્વારા
જ્ઞાન મેળવીને સમજવાનો પ્રયત્ન જાતે જ કરે છે.
વિવિધ વિષયોના
ક્ષેત્રકાર્ય ખૂબ જ મહત્વનુ સ્થાન ધરાવે છે જેમ કે,
અર્થશાસ્ત્રમાં વિવિધ આર્થિક પ્રવૃતિઓની જટિલતાને સમજવા માટે તથા ખેતી, ઉદ્યોગ, વાહનવ્યવહાર,
સંદેશાવ્યવહાર, વાણિજયા વગેરેનાં પ્રશ્નોથી અને પ્રવર્તમાન
પ્રવાહોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા ક્ષેત્રકાર્ય આવશ્યક જરૂરી છે. નામનાં
મૂળતત્વો વિષયમાં વિદ્યાર્થીને સૈદ્ધાતિંક જ્ઞાનને વ્યાવહારીક અને જીવંત જ્ઞાનની
ભૂમિકા પૂરી પાડવા માટે ખૂબ જ મહત્વનુ ગણવામાં આવે છે. સમાજવિદ્યા માનવવ્યવહાર
માનવ-સંબંધો અને માનવ-પ્રવૃતિઓ સાથે વિશેષ સંબંધ ધરાવે છે. તેવી જ રીતે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી જેવા વિષયો પણ માનવ
માનવવ્યવહાર અને માનવીય ગુણો સાથે સંકળાયેલા છે. પ્રયોગો વિના વિજ્ઞાનની સંકલ્પનાઓ
સ્પષ્ટ થાય જ નહીં આમ, ક્ષેત્રકાર્ય એ એક પ્રકારનું
પ્રાયોગિક કાર્ય જ બની રહે છે.
Please send me PDF on 6354694182
જવાબ આપોકાઢી નાખોક્ષેત્રકાર્યના સોપાનો
જવાબ આપોકાઢી નાખો