સોમવાર, 26 જૂન, 2023

સંશોધન પેપર (લેખ) સમીક્ષા (કેવી રીતે કરવું તેનું માળખું (૧)

 

| પ્રારંભ

& સંશોધન પેપરનું શીર્ષક : “શ્રી મદ્ રાજચંન્દ્ર રચિત ‘તત્વજ્ઞાન’ ગ્રંથમાંથી ફલિત થતા શૈક્ષણિક વિચારોનો અભ્યાસ.”

& સંશોધકનું નામ : પ્રા. પ્રભાતભાઈ એમ. કાસરા

& સંશોધન સામયિકનું નામ : International Journal of Research in all Subject in Multi Languages.

& સંશોધન પેપરની ભાષા : ગુજરાતી

& સંશોધન સામાયિક ISSN NO : - 2321 – 2853

& સંશોધન પેપરનો વોલ્યુમ ક્રમાંક : ૧

& સંશોધન પેપર પ્રકશિત થયાની તારીખ : ૦૨/૦૫/૨૦૧૩

 

| શીર્ષક :

પ્રસ્તુત સંશોધન પેપરમાં શીર્ષક સ્પષ્ટ આપવામાં આવ્યું છે. સંશોધન પેપરમાં શીર્ષક આઠ (૮) શબ્દોમાં આપવામાં આવેલું છે.

પ્રસ્તુત સંશોધન પેપરનું નામ આકર્ષક અને યોગ્ય વાક્યરચનામાં આપવામાં આવ્યું છે. શીર્ષકના નીચે લેખકનું નામ અને સંસ્થાનું નામ આપ્યું છે.

| સાર :

પ્રસ્તુત સંશોધન પેપર “શ્રીમદ્ રાજચન્દ્ર રચિત ‘તત્વજ્ઞાન’ ગ્રંથમાંથી ફલિત થતા શૈક્ષણિક વિચારોનો અભ્યાસ.” વિષય પર કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત સંશોધનના હેતુઓ નીચે મુજબ છે:

(૧) શ્રીમદ્ રાજચન્દ્રના ‘તત્વજ્ઞાન’ ગ્રંથમાં વ્યક્ત થયેલા શૈક્ષણિક વિચારોનો અભ્યાસ કરવો.

(૨) શ્રીમદ્ રાજચન્દ્રના મતે સ્ત્રી શિક્ષણ, ધાર્મિક શિક્ષણ, સામાજિક શિક્ષણ, મૂલ્ય શિક્ષણ, અને નૈતિક શિક્ષણની બાબગોને લાગતા વિચારોનો અભ્યાસ કરવો.   

પ્રસ્તુત સંશોધનનાં વ્યપવિશ્વમાં શ્રીમદ્ ના ‘તત્વજ્ઞાન’ના અનેક ગ્રંથો જેમાં ગદ્ય અને પદ્ય એમ વિભાગોમાંથી વિધાનો પસંદ કર્યા હતા. તેમાં ગદ્યવિભાગમાં કુલ ૫૩(ત્રેપન) પાઠ છે. તેમાંથી સંશોધકે માત્ર (સાત) પાઠમાંથી કેટલાંક વિધાનો પસંદ કર્યા હતા. આ સાત પાઠના કુલ ૧૦૦૮ વિધાનો છે. તેમાંથી સંશોધકે શૈક્ષણિક વિચારોવાળા ૧૨૧ વિધાનો પસંદ કાર્ય હતા. વિષયવસ્તુ વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ઉપકરણ તરીકે મુલાકાત, રૂપકો, સંવાદો, કથા, નોંધપત્રકો જેવા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પ્રસ્તુત સંશોધનમાં માહિતીના એકત્રીકરણ માટે પ્રાથમિક સ્ત્રોત તરીકે સંશોધકે શ્રીમદ્ રાજચન્દ્ર રચિત ‘તત્વજ્ઞાન’ પુસ્તકનો ઉપયોગ કર્યો હતો. સૌપ્રથમ તત્વજ્ઞાન પુસ્તકનું વાંચન કર્યું હતું. વાંચન દરમ્યાન રજૂ થયેલા વિચારોને એકત્રીકરણ કર્યા હતા. સંશોધકે ૫૪ ગદ્યપાઠમાંથી ૭ ગદ્યપાઠ લીધા હતા. (૧) પુષ્પમાળા, (૨) મહાનીતિ (૩) બત્રીસયોગ, (૪) સ્મૃતિમાં રાખવા યોગ્ય, (૫) વચનામૃત, (૬) પ્રમાદને લીધે આત્મા, (૭) સહજ પ્રકૃતિ. આ સાત ગદ્યપાઠના કુલ ૧૦૮ વિધાનો છે. જેમાંથી સંશોધકે શિક્ષણને લાગતાં ૧૨૧ વિધાનો પસંદ કાર્ય હતા

પ્રસ્તુત સંશોધનમાં શ્રીમદ્ ના પુસ્તક ‘તત્વજ્ઞાન’ માંથી શિક્ષણના સંદર્ભમાં તારણો આ પ્રમાણે જોવા મળ્યા હતા. (૧) શ્રીમદ્ રાજચન્દ્રના મતે શિક્ષણ : માણસનું પ્રથમ કર્તવ્ય શિક્ષિત થવું. વિદ્યા સંપતિમાં સતત વધારો કરવો, સમાજમાં શિક્ષણનો વ્યાપ ફેલાવવો, સમાજ ઉધ્ધાર માટે શાળાઓ સ્થાપવી. શિક્ષણ ગુણવત્તાવાળું બનાવવું, સાચી કેળવણી પ્રાપ્ત કરવી. આથી એમ કહી શકાય કે સમાજમાં શિક્ષણનો ફેલાવો કરીને સમાજ ઉત્કર્ષ કરવો. સમાજમાં માણસોએ શિક્ષણ વિકાસ થાય તે માટેના યોગદાનો આપીને શિક્ષણ સંવર્ધન કરવાની શ્રીમદ્ ની દ્રષ્ટિ સ્પષ્ટ જણાય છે. (૨) શિક્ષક, (૩) વિદ્યાર્થી, (૪) શિક્ષણ પદ્ધતિ, (૫) ધાર્મિક શિક્ષણ, (૬) સામાજિક શિક્ષણ, (૭) સ્ત્રી શિક્ષણ, (૮) મૂલ્ય શિક્ષણ, (૯) નૈતિક શિક્ષણ, (૧૦) શિસ્ત, (૧૧) સ્વાસ્થ્ય શિક્ષણ વધુ અસરકારક જોવા મળ્યા હતા.

| સમીક્ષા :

પ્રસ્તુત સંશોધન પેપરનો સારાંશ ખુબ જ ટૂંકમાં પ્રસ્તાવના સાથે સચોટ રીતે રજૂ કરવામાં આવ્યો છે. ચાવીરૂપ શબ્દો ૫ (પાંચ) થી ૭ (સાત) હોવા જોઈએ, પણ આપવામાં આવ્યા નથી.. પરંતુ અહીં અગત્યના શબ્દોની વ્યાખ્યા આપવામાં આવી નથી. સારાંશ અલગથી રજૂ કરવામાં આવ્યો નથી.

પ્રસ્તુત સંશોધનમાં શીર્ષકને આવરી લઈ મેં ૬ (છ) હેતુઓ નિર્ધારિત થયા છે. જે શીર્ષક અનુસાર છે. અહીં સંશોધનના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. અહીં સંશોધનનું ક્ષેત્ર આપવામાં આવ્યું છે.  અહીં સંશોધનનો પ્રકાર અને પદ્ધતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શીર્ષક અનુસાર જ વ્યાપવિશ્વ અને નમૂનાની પસંદગી કરવામાં આવી છે.

પ્રસ્તુત સંશોધનમાં સ્વરચિત નોંધપત્રકો, સ્વ-મુલાકાત, રૂપકો અને સંવાદોનો ઉપયોગ કરો છે, તે જણાવવામાં આવ્યું છે.

પ્રસ્તુત સંશોધનમાં માહિતી એકત્રીકરણ શેમાંથી કરી તેની સારણી-૧ આપવામાં આવી છે. જેમાં સારણીમાં ક્રમ, ગદ્યક્રમ, ગદ્યપાઠનું શીર્ષક ગદ્યપાઠમાં કુલ વિધાન અને પસંદ કરેલ વિધાન આપવામાં આવ્યું છે. તેની સાથે-સાથે અર્થઘટનના તારણો પણ આપવામાં આવ્યા છે. પ્રસ્તુત સંશોધનમાં માહિતીનું પૃથક્કરણ જેમાં તજજ્ઞોની પ્રત્યક્ષ મુલાકાત, તજજ્ઞોના સૂચન પ્રમાણે પસંદ કરાયેલ વિધાનોને સંશોધનના હેતુ આધારિત જેમાં ૧૨ વર્ગોમાં વર્ગીકૃત કર્યા હતા.  

પ્રસ્તુત સંશોધનમાં ભાવિ સૂચનો કયા છે તે જણાવવામાં આવ્યા નથી.

પ્રસ્તુત સંશોધનમાં સંદર્ભ સૂચિ છઠ્ઠી આવૃત્તિ પ્રમાણે APA STYLE માં આપવામાં આવી

છે.

| સંદર્ભ સૂચિ :

શ્રી મદ્ રાજચંદ્ર રચિત 'તત્વજ્ઞાન' ગ્રંથમાંથી ફલિત થતા શૈક્ષણિક વિચારોનો અભ્યાસ. (2013). International Journal of Research in All Subject in Multi Language , 1(2 May 2013). Retrieved from http://www.raijmr.com/ijrsml/wpcontent/uploads/2017/11/IJRSML_2013_vol01_issue_02_02.pdf&sa=U&ved=2ahUKEwiOzordgIn1AhVnxosBHYO5CcU4ChAWegQICBAC&usg=AOvVaw12vwsZ7un36wI-I7tq95hv.

 

શિક્ષકે વર્ગખંડમાં સંભળાવવા કરતાં સાંભળવાને વધુ મહત્વ આપવું જોઈએ (સમીક્ષા લેખ)

 

પ્રસ્તાવના

     આજ સુધી એવી પ્રણાલી ચાલતી આવી છે શિક્ષક બોલે ને વિદ્યાર્થી સાંભળે, પરંતુ શિક્ષકે વર્ગખંડમાં સંભળાવવા કરતા સાંભળવાને વધુ મહત્વ આપવું જોઈએ. જો શિક્ષક અને વિદ્યાર્થી બન્ને આંતરવ્યવહાર થશે તો યોગ્ય વાતાવરણ સર્જાય છે. જો બાળક વર્ગખંડની પરિસ્થિતિનો વિચાર કરીએ તો બાળક પોતે એક મૂંઝવણભરી પરિસ્થિતિમાં દબાયેલ અવાજે અને ગુંગળાયેલા શ્વાસે વર્ગખંડમાં જીવે છે. શિક્ષણની પ્રક્રિયા જ્યાં સુધી દ્રિમાર્ગીય ન બને ત્યાં સુધી સાચા અર્થમાં શૈક્ષણિક કાર્ય થતું નથી, વિદ્યાર્થી યોગ્ય પ્રમાણમાં પામી શકતાં નથી. જે શિક્ષક વર્ગમાં ઓછામાં ઓછું બોલે અને વિદ્યાર્થીને વધુના વધુ બોલવા દે તે સારો શિક્ષક.

 

® પ્રારંભ :

લેખનું શીર્ષક : “શિક્ષકે વર્ગખંડમાં સંભળાવવા કરતાં સાંભળવાને વધુ મહત્વ આપવું જોઈએ.”

લેખકનું નામ : ડૉ. અશોક પટેલ

કોલમનું નામ : કેળવણીના કિનારે

વર્તમાન પત્રનું નામ : સંદેશ  

લેખ પ્રકાશિત થયાની તારીખ : ૧૫/૦૯/૨૦૨૧  

પૃષ્ઠ નંબર : ૦૮  

 

સારાંશ :-  

પ્રસ્તુત લેખમાં વર્ગખંડની કે વર્ગખંડ બહાર વિદ્યાર્થીઓને પોતાનો અવાજ નહિ પણ રજૂ કરવાની પૂરતી આઝાદી તો હોવી જ જોઈએ.તેની રજૂઆત કરવામાં આવી છે. શીર્ષકને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો છે. ક્યાંય પણ વિષયાંતર થતું જોવા મળતું નથી.

       લેખકે વિદ્યાર્થીની આઝાદી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લેખમાં લેખકની અનાત્મલક્ષિતા જોવા મળતી નથી. પ્રસ્તુત લેખમાં ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે.

       લેખ પ્રમાણમાં લાંબો છે પરંતુ સમગ્ર બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે. લેખ સ્પષ્ટ અને સચોટ ભાષામાં રજૂ કરવામાં આવ્યો છે.     

       વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આંતરવ્યવહાર થાય છે. આ વ્યવહારમાં બન્ને પક્ષની સક્રિયતા જરૂરી નહિ પણ અનિવાર્ય છે. બન્ને પક્ષમાંથી એક પણ પક્ષની નિષ્ક્રિયતા હેતુ સિદ્ધિ માટે બમ્પરનું કામ કરે છે.

       આજના વર્ગખંડની પરિસ્થિતિનો વિચાર કરીએ તો બાળક પોતે એક મૂંઝવણભરી પરિસ્થિતિમાં દબાયેલા અવાજે અને ગુંગળાયેલા શ્વાસે વર્ગખંડમાં જીવે છે. શિક્ષકને વર્ગખંડના રાજા કહ્યા છે, પણ તેનો અર્થ એ નથી કે શિક્ષક રાજા અને વિદ્યાર્થીઓ સિપાહી.

       શિક્ષકો પાસથી સાંભળવા મળે છે કે, વિદ્યાર્થીઓ અમારું સાંભળતા નથી, અમારા કહ્યામાં નથી, અમારું માનતા નથી, સ્વછંદી બની ગયા છે ત્યારે પ્રશ્ન કરવાની ઈચ્છા થાય કે શિક્ષક વિદ્યાર્થીઓનું કેટલું સાંભળે છે.

 

 

સારા પાસાં :-

F પ્રસ્તુત લેખનું શીર્ષક સ્પષ્ટ અને આકર્ષક છે.

F શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંવેગાત્મક સંબંધ હશે તો જ જ્ઞાનાત્મક સંબંધ સ્થાપાશે અને ટકશે. પ્રસ્તુત લેખમાં શિક્ષક અને વિદ્યાર્થીના સારા સંબંધને અનુરૂપ આલેખન કરવામાં આવ્યું છે.   

F પ્રસ્તુત લેખમાં લેખકે પોતાના અનુભવ પ્રમાણે શીર્ષકને બરાબર આપ્યો છે.  

F વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમજાય તેવી સરળ અને સ્પષ્ટ ભાષાશૈલીમાં આલેખન કરવામાં આવ્યું છે.  

F શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આ લેખ ખુબ જ મહત્વનો છે, આ લેખમાં શિક્ષક અને વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને લખવામાં આવ્યો છે.

F વર્ગને સ્વર્ગ બનાવવા માટે વિદ્યાર્થીઓને વધુમાં વધુ બોલવા દો.

F જે શિક્ષક વર્ગમાં ઓછામાં ઓછુ બોલે અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ બોલવા દે તે સારો શિક્ષક. સુસ્પષ્ટ ભાષામાં શિક્ષક, વિદ્યાર્થી અને વર્ગખંડને ધ્યાને લઈ એક લખાવમાં આવ્યો છે, પ્રવર્તમાન શિક્ષકો માટે પેરણારૂપ બની રહેશે.

નરસાં પાસા :-

F પ્રસ્તુત લેખમાં આજના વર્ગખંડની પરિસ્થિતિનો વિચાર કરીએ તો બાળક પોતે એક મૂંઝવણભરી પરિસ્થિતિમાં દબાયેલ અવાજે અને ગુંગળાયેલ શ્વાસે વર્ગખંડમાં જીવે છે એવું કહેવામાં આવ્યું છે.  

F પ્રસ્તુત લેખમાં વર્ગનો રાજા એવો શિક્ષક પણ કરે તેમ, મૂંગા મોઢે, ઉહાકારો બોલાવ્યા સિવાય વિદ્યાર્થીઓને કરવું પડે છે. આ વાક્ય આજના સંદર્ભમાં યોગ્ય નથી.   

F પ્રસ્તુત લેખમાં “આજનો વર્ગખંડ સ્વર્ગ નહિ પણ નર્ક જેવો લાગે  છે.” એવા  કટાક્ષો કરવામાં આવ્યા છે, તે યોગ્ય નથી.

 F પ્રસ્તુત લેખ ખુબ જ લાંબો છે.

સમીક્ષકના મતે :

     શિક્ષકને વર્ગખંડનો રાજા કહ્યો છે, પણ એનો એ અર્થ નથી કે વિદ્યાર્થી સિપાહી બને અને કોઈપણ જાતના શબ્દ કે ઊહકારો બોલાવ્યા સિવાય રાજા કહે તેમ કરવું જ પડે. જો આવું થશે તો વર્ગખંડ ક્યારેય સ્વર્ગ નહિ બની શકે. એટલે આજના શિક્ષકે વિદ્યાર્થીઓને પણ સાંભળવું જોઈએ અને તેમને મહત્વ આપવું જોઈએ. તેથી શિક્ષકકેન્દ્રી અને વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ સારી રીતે વર્ગખંડમાં પીરસી શકાય છે.

સંદર્ભ સૂચિ :-

પટેલ ડૉ. અશોક. (2021, September 15). શિક્ષકે વર્ગખંડમાં સંભળાવવા કરતાં સાંભળવાને વધુ મહત્વ આપવું જોઈએ. સંદેશ, pp. 8–8.

દેશમાં ૫૫ મિનિટે એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. (સમીક્ષા લેખ)

 

પ્રસ્તાવના :

     આજે આપણાં કાને એક શબ્દ દરરોજ સંભળાય છે, તે છે આત્મહત્યા. સમાજ માટે આ એક ચિંતાનો વિષય છે. પરીક્ષાના ભયભિત થઈને નાની વયના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે છે. ઓછા ગુણ અને નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીઓ આત્મહત્યા તરફ પગલા માંડે છે. આજે દેશમાં આત્મહત્યાના કેસો વધ્યા છે. એ આંકડા પ્રમાણે ભારતમાં દર ૫૫ મિનિટે એક વિદ્યાર્થી આત્મહત્યા કરી લે છે.

     વર્તમાન પત્રોમાં આવતા સમાચાર નગરો હોય કે મહાનગરોમાં રહેતા ધોરણ-૧૦-૧૨નાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લેવાના સમાચાર વધારે પ્રમાણમાં આવે છે, કારણ એટલું જ હોય છે કે એક વિષયમાં નાપસ થવાના કારણે હતાશાથી આત્મહત્યા કરી લીધી. આવા તો અનેક કેસો બને છે. આ વિદ્યાર્થીઓના આત્મહત્યા પાછળના અનેક કારણો છે. અભ્યાસ માટે દબાણ, ઓછા ગુણ આવવા, અથવા નાપાસ થવાનો ડર આત્મવિશ્વાસની ઉણપ વગેરે.

 

 

“દેશમાં ૫૫ મિનિટે એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે.”

 

 

પ્રારંભ :

લેખનું શીર્ષક : “દેશમાં ૫૫ મિનિટે એક વિધાર્થી આત્મહત્યા કરે છે.”

લેખકનું નામ : દેવેન્દ્ર પટેલ  

વર્તમાનપત્રનું નામ : સંદેશ

કોલમનું નામ : અનુસંધાન (એડિટોરિયલ)

લેખ પ્રકાશિત થયાની તારીખ : ૦૫/૧૦/૨૦૨૧   

પૃષ્ઠ નંબર : ૧૦

સારાંશ :

     પ્રસ્તુત લેખમાં એ દર્શાવવામાં આવ્યું છે કે બાળકો ક્યા કારણોસર આત્મહત્યા કરે છે. પ્રવર્તમાન સમયના આ ગંભીર વિષયને વાચા આપવામાં આવી છે. શીર્ષક અનુસાર તમામ બાબતો દર્શાવવામાં આવી છે. શીર્ષકને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો છે. ક્યાંય પણ વિષયાંતર થતું જોવા મળતું નથી.

     લેખકે વર્તમાન સમયની સમસ્યા આત્મહત્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લેખમાં લેખકની અનાત્મલક્ષિતા જોવા મળતી નથી. પ્રસ્તુત લેખમાં ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે.

     લેખ પ્રમાણમાં લાંબો છે, પરંતુ સમગ્ર બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. લેખ સ્પષ્ટ અને સચોટ ભાષામાં રજૂ કરવામાં આવ્યો છે.

     સમાજ માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે, આત્મહત્યા. પરીક્ષા આવે છે તો પરીક્ષાના ડરથી નાની વયના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે છે કોઈ માતા તેની દીકરીને મોડી રાત સુધી ગરબામાં જવાની નાં પાડે તો દીકરી આત્મહત્યા કરી લે છે. ઓછા ગુણ આવે તો પણ વિધાર્થી આત્મહત્યા કરી લે છે. કોઈ યુવક-યુવતી પ્રેમલગ્ન કરે અને માતા-પિતાનો વિરોધ હોય તો હોટેલના રૂમમાં જઈ ઝેર પી લે છે.

     આજના સમયમાં ખાસ કરીને યુવક-યુવતીઓ અને વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કિસ્સા વધ્યા છે. અને આર. બી.ના આંકડા પ્રમાણે દેશમાં દર ૫૫ મિનિટે એક વિધાર્થી આત્મહત્યા કરે છે.

     આત્મહત્યાના જે કારણો દર્શાવવામાં આવ્યા છે તેમાં વધુ મહેનત કરી ભણવા માટે કરાતું દબાણ, બેરોજગારી, પરીક્ષામાં નાપાસ થવાના ભય, એકાંકીપણું, નોકરી ધંધામાં અત્યંત વ્યસ્ત રહેતાં માતા-પિતા અને પ્રેમપ્રસંગો જવાબદાર છે. આ ઉપરાંત માતા-પિતા પોતાના બાળક પાસે વધુ અપેક્ષા રાખે છે, બાળકની આત્મીયતા અને અભિરૂચી જાણ્યા વગર જ.

     પ્રસ્તુત લેખમાં એ દર્શાવવામાં આવ્યું છે કે બાળકો ક્યા કારણોસર આત્મહત્યા કરે છે. પ્રવર્તમાન સમયના આ ગંભીર વિષયને વાચા આપવામાં આવી છે. શીર્ષક અનુસાર તમામ બાબતો દર્શાવવામાં આવી છે. શીર્ષકને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો છે. ક્યાંય પણ વિષયાંતર થતું જોવા મળતું નથી.

     લેખકે વર્તમાન સમયની સમસ્યા આત્મહત્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લેખમાં લેખકની અનાત્મલક્ષિતા જોવા મળતી નથી. પ્રસ્તુત લેખમાં ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે.

     લેખ પ્રમાણમાં લાંબો છે, પરંતુ સમગ્ર બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. લેખ સ્પષ્ટ અને સચોટ ભાષામાં રજૂ કરવામાં આવ્યો છે.

સારા પાસાં :

F પ્રસ્તુત લેખનું શીર્ષક સ્પષ્ટ આકર્ષક છે.

F પ્રસ્તુત લેખની ભાષા ગુજરતી છે, પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સમજી શકે તેવી સરળ ભાષામાં આલેખન કરવામાં આવ્યું છે.  

F પ્રસ્તુત લેખના શીર્ષક અનુસાર જ વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે.   

F પ્રસ્તુત લેખમાં પ્રવર્તમાન સમસ્યાને અનુરૂપ લેખ લખવામાં આવ્યો છે.  

F પ્રસ્તુત લેખમાં વિવિધ મહાપુરુષોના ઉદાહરણો દ્વારા સમજ આપવામાં આવી છે.

F પ્રસ્તુત લેખ વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન બની રહેશે તેવી રીતના આલેખન કરવામાં આવ્યું છે.

નરસાં પાસા :

F પ્રસ્તુત લેખમાં અંગ્રેજી શબ્દોને કૌસમાં લખવા જોઈએ તે આ લેખમાં જોવા મળતું નથી.  

F એક સર્વે પ્રમાણે મુંબઈમાં ભણતા વિદ્યાર્થીઓના આત્મહત્યાના આંકડા બીજા શહેરો કરતા વધુ છે. પ્રસ્તુત લેખમાં લેખકે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના આંકડા દર્શાવ્યા છે તે ના દર્શાવા જોઈએ.  

F પ્રસ્તુત લેખમાં એક આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનીના નામનો ઉલેખ કરવામાં આવ્યો છે તે ના હોવું જોઈએ.

F પ્રસ્તુત લેખમાં જે માહાપુરુષોના ઉદાહરણો આપવામાં આવ્યા છે, એ અવતરણ ચિન્હમાં લખવા જોઈએ, તે અહી સ્પષ્ટ જોવા મળતું નથી.

સમીક્ષકના મતે :

     વર્તમાન સમયનો આત્મહત્યા એ સળગતો પ્રશ્ન છે. તેને રોકવા માટે સરકારે યોગ્ય પગલા લેવા જોઈએ. જેથી આત્મહત્યાનો દર ઘટાડી શકાય. કારણ કે, આજનાં  વિદ્યાર્થીઓ આપણા દેશનું ભાવિ છે એટલે આપણા દેશનું ભાવિ બચાવવું એ આપણી મુખ્ય ફરજ છે. બાળકો આપણી અમૂલ્ય સંપતિ છે. તેમને જીવન ટૂંકાવતા રોકો.

સંદર્ભ સૂચિ :

પટેલ દેવેન્દ્ર. (2021, October 5). દેશમાં દર 55 મિનિટે એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. સંદેશ, pp. 10–10.

રવિવાર, 15 ઑગસ્ટ, 2021

શિક્ષણના નૈતિકતાના નિયમો

 

 નૈતિકતાના નિયમો

          રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ (૧૯૮૧)માં એ વાત પર ખાસ ભાર મુક્યો કે શિક્ષણ વ્યવસ્થામાં એવા ફેરફારો કરવામાં આવે કે જેથી સામાજિક અને નૈતિક મૂલ્યોના પ્રશિક્ષણ માટે શિક્ષણનો મજબૂત માધ્યમ તરીકે ઉપયોગ થાય.

          સ્વામી વિવેકાનંદ મુજબ નૈતિક શિક્ષણ વ્યક્તિના આચરણને સદાચારી બનાવે છે અને તેની બુદ્ધિમત્તાને વિકસાવે છે.

          શિક્ષક અને શિક્ષક – પ્રશિક્ષક માટે નૈતિકતાના નિયમો ભણવાના હોય છે. શિક્ષક માટે શિક્ષક, વિદ્યાથી અને શાળા, શિક્ષક પ્રશિક્ષક માટે – પ્રશિક્ષક, તાલીમાર્થું, કૉલેજ, સંસ્થા, અધ્યાપક.

-         શીખવવામાં આવે તે નિયમ.

-         સર્વસ્વીકૃત હોય તેને નિયમ કહેવાય.

-         નૈતિકતાના ધારા-ધોરણો સંસ્કૃતિ સાથે સંલગ્ન હોય.

Sharma S.R. (2008). A Handbook of Teacher Education. New Delhi sarup & sons Publication. Pg. 132 to 136.

એસ.આર. શર્માએ પાંચ નિયમો આપ્યા છે.

(૧) વિદ્યાર્થી સંબંધિત નિયમો :-

(૧) શાળા અથવા સંસ્થામાં પોતાની ફરજ પ્રત્યે નિયમિત રહેવું.

(૨) પૂરતી તૈયારી કરી અભ્યાસક્રમ ચલાવે અને (નિદર્શન પાઠ આપે) ધર્મ, જાતિ. જાતિયતા, આર્થિક દરજ્જો, ભાષા કે વતનનાં ભેદભાવ વિના દરેક વિદ્યાર્થી અથવા તાલીમાર્થીને પ્રેમ અને લગાવથી ભણાવે.

(૩) વિદ્યાર્થી અથવા તાલીમાર્થીના સામાજિક, સાંવેગિક, શારીરિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે.

(૪) વિદ્યાર્થી અથવા તાલીમાર્થીના સાંસ્કૃતિક અથવા સામાજિક પૃષ્ઠભૂમિને તેમજ વૈયક્તિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભણાવે.

(૫) પોતાના વિદ્યાર્થી અથવા તાલીમાર્થીને ભણાવવા માટે પગાર અથવા ભથ્થાઓ ઉપરાંત કોઈ નાણાકીય વળતર ન મેળવે, ટ્યુશન માટે દબાવ ન કરે.

(૬) વિદ્યાર્થીની અથવા તાલીમાર્થીની અંગત કે ખાનગી બાબતની કોઈ અનઆધિકૃત વ્યક્તિને જાણ ન કરે.

(૭) વિદ્યાર્થી કે તાલીમાર્થી દ્વારા બીજા વિધાર્થી કે તાલીમાર્થી શિક્ષક કે અધ્યાપક, આચાર્ય, સંચાલકો વગેરે વિરુદ્ધ ઉશ્કેરે નહિ.

(૮) વિદ્યાર્થી કે તાલીમાર્થી સામે ભાષા, વર્તન અને વસ્ત્ર પરિધાન માટેના ઉમદા ઉદાહરણ તરીકે પોતે રજૂ થાય.

(૯) શાળા કે સંસ્થામાં શિષ્ટ જાળવણી સમયે મૂળભૂત માનવીય ગૌરવ ન હણાય તેની કાળજી લેવી.

(૧૦) મૂલ્યાંકનમાં કોઈ ભેદભાવ કે પક્ષપાત ના કરે.

(૨) વિદ્યાર્થીના માતા-પિતા અથવા વાળી સંબંધિત નિયમો :-

(૧) સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવે. અને માં મેળવે.

(૨) વિદ્યાર્થીની અથવા તાલીમાર્થીની સિદ્ધિ અને ખામીઓ વિશે વાલીઓને સતત માહિતી આપે.

(૩) વાળી અથવા માતા-પિતાની સમક્ષ વિદ્યાર્થી અથવા તાલીમાર્થીના આત્મવિશ્વાસ અને સ્વમાનને ઠેસ પહોંચાડે તેવું વર્તન ન કરે.

(૪) માતા-પિતા અથવા વાલીના વ્યવસાયને અંગત સ્વાર્થ માટે ઉપયોગ ન કરે.

((૩) સમાજ અને રાષ્ટ્ર સંબંધિત નિયમો :

(૧) સંસ્થાને માનવ સંશાધન વિકાસ અને સમાજ વિકાસના કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયત્ન કરે. આ માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય કેળવે અને પ્રદાન કરે.

(૨) સામાજિક સમસ્યાઓને ઓળખે અને આ સમસ્યાઓ માટેનાં કારણભૂત બાબતો દૂર કરવા પ્રયત્ન કરે.

(૩) વિવિધ ધર્મ, જાતી, ભાષાના લોકો વચ્ચે વેર ભાવના કે દુશ્મનાવત થાય તેવી પ્રવૃતિઓથી દૂર રહેવું.

(૪) રાષ્ટ્રીય એકતા સહુ કોઈના સાથ સહકારની ભાવાનાપ્રબળ બને તે માટે સક્રિય રીતે વર્તવું.

(૫) ભારતીય સંસ્કૃતિને માં આપે અને આવું માં વિદ્યાર્થીઓમાં ઉત્પન્ન થાય તેવા પ્રયાસો કરે.

(૬) સંસ્થા, સમાજ, રાજય અને દેશ પ્રત્યે આદર રાખે અને તેને વફાદાર રહે.

(૭) રાષ્ટ્રમાં બંધારણમાં સૂચિત ફરજો અદા કરે.

(૪) વ્યવસાય, સહકર્મચારીઓ અને વ્યવસાયિક સંગઠનો સંબંધિત નિયમો :-

(૧) વ્યવસાય અને સહકર્મચારીઓ :-

(૧) પોતાની સાથે અન્ય વ્યક્તિ કેવો વ્યવહાર કરે તેવું ઈચ્છે તે પ્રમાણે જ અન્ય સાથે વ્યવહાર કરે.

(૨) પોતાના સહકર્મચારીઓ અને સત્તાધિશો સામે નિરાધાર આરોપો મૂકવાથી બચે.

(૩) પોતાના વ્યવસાયિક વિકાસ માટેના વિવિધ કાર્યક્રમો (સેવા-કાલીન તાલીમ, સેમીનાર, વર્કશોપ, કોન્ફરન્સ વગેરે)માં જોડાઈ અને જાતે અભ્યાસ કરે.

(૪) વિદ્યાર્થી અથવા તાલીમાર્થી વાળી કે અન્ય પદાધિકારીની હાજરીમાં પોતાના સહકર્મચારીઓ પ્રત્યે અપમાન-જનક કથન અને વર્તન કરવાનું ટાળે.

(૫) પોતાના સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓને અભ્યાસ વિષયક તેમજ સહઅભ્યાસિક પ્રવૃતિઓ માટે શાળાની અંદર અને બહાર સહકાર આપે.

(૬) વિદ્યાર્થી આથવા તાલીમાર્થીના અને સંસ્થાના વિકાસમાં અડચણરૂપ બાબતોની સંબંધિત સત્તાધિશોને યોગ્ય ઢબે જાણ કરે.

(૨) વ્યવસાયિક સંગઠન :-

(૧) વિવિધ સંગઠનોમાં જોડાય અને જવાબદારી અદા કરે.

(૨) સંગઠનની વિવિધ પ્રવૃતિઓમાં સક્રિય રીતે જોડાઈને તેને મજબૂત કરે.

(૩) સંગઠનનાં બંધારણને વફાદાર રહી કાર્ય કરે.

(૫) સંચાલકો અને વ્યવસ્થાપન સંબંધિત નિયમો :-

(૧) શાળા સંચાલનને (કૉલેજ) ટકાઉ વિકાસનાં મુખ્ય સ્ત્રોત તરુકે જુએ.

(૨) પરસ્પર આદરભાવ વિકસિત થાય. તેવા પ્રયત્ન કરે.

(૩) સંસ્થાના સુચારુ સંચાલન અને વ્યવસ્થાપનમાં પોતાની ભૂમિકા બરાબર રીતે ભજવે અને જરૂર પડે પહેલ કરે.

        વિદ્યાર્થી, શિક્ષકો, વાલીઓ, સમાજ, સંચાલકો વગેરે  માટે નૈતિકતાના નિયમો પોતાના જીવનમાં ઉતારવા ખૂબ જ જરૂરી છે, નૈતિકતાના નિયમો વ્યક્તિ પોતે જ પોતાના જીવનમાં અમલ કરશે તો આવનારી પેઢીને તેને જોઇને કે તેના પાસેથી શીખી શકશે. એટલે શિક્ષક અને શિક્ષક – પ્રશિક્ષક માટે નૈતિકતાના નિયમો ખૂબ જ જરૂરી છે.

          શિક્ષક માટે નૈતિકતાના નિયમોનો અમલ કરવો ખૂબ જ જરૂરી છે, શિક્ષક દર વર્ષે એના વર્ગખંડમાં પચાસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવે છે તે વિદ્યાર્થી તેમના શિક્ષક, માતાપિતા, સમાજ ને અનુસરીને જ ઘણુબધું શીખે છે. એટલે નૈતિકતાના નિયમો જીવનમાં ઉત્તરવા જોઈએ એનું અમલ કરવું જોઈએ.  

        

  સંદર્ભ સૂચિ :-

Sharma S.R. (2008). A Handbook of Teacher Education. New Delhi sarup & sons Publication. Pg. 132 to 136.

Y., By.  Yuvaadminhttps://www.yuvasathi.com. (2014, April 1). Yuvaadmin. Yuva Sathi Gujarati Magazine. https://yuvasathi.com/%EO%AA%

 

 

📘 Internship Project Report કેવી રીતે લખશો અને ટાઈપિંગ કરશો – સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે લખવો – સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન 🎓 કૉલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે – ઇન્ટર્નશિપ પ્રોજે...